24 કલાક બાદ શનિ બનાવશે મહાશક્તિશાળી યોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવતીકાલે એટલે કે 9મી મેના ન્યાયના દેવતા શનિદેવ અને ગ્રહોના રાજકુમા બુધ બંને મળીને એક શક્તિશાળી યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિના જાતકો માટે આ સમય સોનેરી સમય લઈને આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર જ્યારે એક કુંડળીમાં બે ગ્રહો બીજા અને બારમા ભાવમાં હોય કે પછી એકબીજાથી 30 ડિગ્રીના અંતરે હોય છે ત્યારે દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થાય છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (06/05/2025): અમુક રાશિના જાતકો માટે આજે છે સોનેરી દિવસ, વાંચી લો એક જ ક્લિકમાં…
આવતીકાલે એટલે કે નવમી મેના રોજ રાતે 10.58 કલાકે બુધ અને શનિ બંને એકબીજાથી 30 ડિગ્રીના અંતરે હશે. દ્વિદ્વાદશ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે.
હાલમાં શનિ મીન રાશિમાં છે અને ગ્રહોના રાજકુમાર બુઝ મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે. આ દ્વિદ્વાદશ યોગને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ મળી રહ્યા છે. ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ પરિણામ લઈને આવી રહ્યો છે. અનુકૂળ સમય શરૂ થઈ રહ્યો છે. લાંબા સમયથી જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એમાંથી પણ રાહત મળી રહી છે. નોકરી કરી રહેલાં લોકોની મહેનત રંગ લાવશે. કામના સ્થળે તમારું મહત્ત્વ વધશે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓને આ સમયે પૂરેપૂરો ફાયદો થઈ રહ્યો છે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે આ યોગ શુભ સાબિત થશે. ઘર પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેશો. ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. પિતા અને ગુરુનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. સંતાનની પ્રગતિ જોઈને માનસિક શાંતિનો અહેસાસ થશે. જે પણ ક્ષેત્રમાં આગળ વધશો એમાં તમને સફળતા મળી રહી છે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતા મળી રહી છે. મિત્રો સાથે આનંદમાં સમય પસાર કરશો. જીવનમાં ખુશહાલી આવશે. આ રાશિના જાતકો પોતાની વાણીથી દરેકને સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે.