IPL 2025

આઇપીએલની ટીમોના હેડ-કોચને કેટલો પગાર મળે છે, જાણી લો…

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મોટા ભાગના નવા (ઊભરતા) ખેલાડીઓને લાખો રૂપિયામાં અને અનુભવીઓને તેમ જ નજીકના ભૂતકાળમાં કંઈક અસાધારણ પર્ફોર્મ કરી ચૂક્યા હોય એવા ખેલાડીઓને કરોડો રૂપિયામાં ફી મળતી હોય છે અને એ હરાજીમાં ખુલ્લેઆમ જાહેર કરાતું હોય છે, પરંતુ આ જ ખેલાડીઓને શાનદાર કારકિર્દી બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા હેડ-કોચ (HEAD-COACH)ને આઇપીએલની એક સીઝન રમવાનું કેટલું મહેનતાણું મળતું હોય છે એ ક્યારેય જાહેર નથી થતું.

તો ચાલો, આજે આપણે આઇપીએલ-2025ની સીઝનની દસ ટીમના હેડ-કોચને (એક સીઝનનો) કેટલો પગાર મળે છે એ જાણી લઈએ.

10 ફ્રૅન્ચાઇઝીઓના હેડ-કોચના પગારને લગતી જાણકારી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પરથી મળી છે જેમાં જણાવાયું છે કે દસ ટીમમાં સૌથી વધુ પાંચ-પાંચ કરોડ રૂપિયાનો પગાર (SALARY) રાજસ્થાન રૉયલ્સના રાહુલ દ્રવિડને અને ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટીફન ફ્લેમિંગને મળે છે.

સૌથી ઓછો દોઢ કરોડ રૂપિયાનો પગાર દિલ્હી કૅપિટલ્સ ગુજરાતી હેડ-કોચ હેમાંગ બદાણીને અપાઈ રહ્યો છે.
દસમાંથી ચાર હેડ-કોચ ભારતીય અને છ કોચ વિદેશી છે. ભારતીય હેડ-કોચમાં રાહુલ દ્રવિડ, ચંદ્રકાન્ત પંડિત, આશિષ નેહરા અને હેમાંગ બદાણીનો સમાવેશ છે.


કઈ ટીમના હેડ-કોચનો કેટલો પગાર?

રાહુલ દ્રવિડ (રાજસ્થાન)પાંચ કરોડ રૂપિયા
સ્ટીફન ફ્લેમિંગ (ચેન્નઈ)પાંચ કરોડ રૂપિયા
જસ્ટિન લૅન્ગર (લખનઊ)ચાર કરોડ રૂપિયા
માહેલા જયવર્દને (મુંબઈ)ચાર કરોડ રૂપિયા
રિકી પૉન્ટિંગ (પંજાબ)સાડાત્રણ કરોડ રૂપિયા
ઍન્ડી ફ્લાવર (બેંગલૂરુ)સાડાત્રણ કરોડ રૂપિયા
ચંદ્રકાન્ત પંડિત (કોલકાતા)સાડાત્રણ કરોડ રૂપિયા
આશિષ નેહરા (ગુજરાત)ત્રણ કરોડ રૂપિયા
ડેનિયલ વેટોરી (હૈદરાબાદ)અઢી કરોડ રૂપિયા
હેમાંગ બદાણી (દિલ્હી)દોઢ કરોડ રૂપિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button