નેશનલ

અમેરિકાએ તેના નાગરીકોને લાહોર છોડવા સલાહ આપી; ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યા બાદ ભારત અને-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમાએ (India-Pakistan Tension) પહોંચ્યો છે.

આજે પણ બંને પક્ષોએ હુમલા કરવામાં આવ્યા, પાકિસ્તાને ભરતાના 15 સ્થળોએ રોકેટ છોડ્યા હતાં, જેને ભારતીય સેનાએ હવામાં જ નષ્ટ કર્યા હતાં. બીજી તરફ ભારતે લાહોરમાં ડ્રોન વડે હુમલો કરી રડાર નષ્ટ કરી હતી.

આપણ વાંચો: BIG BREAKING: ઓપરેશન સિંદૂરમાં મોટી સફળતા, મસૂદ અઝહરનો ભાઈ ઢેર

એવામાં બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ સ્ટેટ્સએ લાહોરમાં રહેતા તેના નાગરીકો માટે મહત્વની ટ્રાવેલ એડવાઈઝરી (US Travel Advisory) જાહેર કરી છે.

અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં અમેરિકન નાગરીકોને લાહોર છોડી દેવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, લાહોરમાં અમેરિકાના દૂતાવાસે તેના અધિકારીઓને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

‘લાહોર છોડી દો’

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો યુએસ નાગરિકો ‘સંઘર્ષના વિસ્તારમાં’ રહેતા હોય અને સુરક્ષિત હોય તો તેમણે ત્યાંથી નીકળી જવું જોઈએ. જો તેઓ સુરક્ષિત રીતે નીકળી ન શકે, તો તેમણે ત્યાં સુરક્ષિત આશ્રય લેવો જોઈએ.

ભારતના ડ્રોન હુમલાને કારણે પાડોશી દેશોમાં ગભરાટ ફેલાયો. યુએસ કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે તેમને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓએ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત

સરહદી વિસ્તારથી દુર રહેવા સુચના:

ટ્રાવેલ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે “યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અમેરિકન નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને કારણે ભારત-પાકિસ્તાન સરહદ અને LoC નજીકના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મુસાફરી ન કરવાની સલાહ આપે છે.”
એડવાઈઝરીમાં મુસાફરોને પાકિસ્તાનની મુસાફરી કરતા પહેલા પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે.

પાકિસ્તાનના લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે તેના સ્ટાફને સલામત સ્થળે રહેવાનો નિર્દેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button