રોહિત શર્માના રિટાયરમેન્ટની એનાઉન્સથી તૂટ્યું આ છોકરીનું દિલ, ધ્રુસકે ધ્રુસકે રડીને…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ક્રિકેટ વર્લ્ડને પોતાની એક જાહેરાતથી ચોંકાવી દીધા હતા. રોહિતે ગઈકાલે અચાનક જ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે જૂનમાં રમાનારી આગામી ઈંગ્લેન્ડ ટૂર પર તે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે, પરંતુ એ પહેલાં જ હિટમેને ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટને અલવિદા કહ્યું છે. રોહિતના આ નિર્ણયે લાખો-કરોડો ફેન્સના દિલ તોડી દીધા હતા.
સોશિયલ મીડિયા પર અલગ અલગ મીમ્સ અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ સૌથી વધુ તો એક ઢબૂડીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિતની જાહેરાત બાદ એ છોકરી ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ કોણ છે આ છોકરી- રોહિત શર્માની આ ફેનનું નામ જિનિયા દેબનાથ છે. વીડિયોમાં તે એવું કહેતી જોવા મળી રહી છે કે મા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને હવે મને કંઈ સારું નથી લાગી રહ્યું. મારું સપનું અધૂરું રહી ગયું. મારી ઈચ્છા હતી કે હું એમને સ્ટેડિયમમાં ટેસ્ટ મેચમાં રમતા જોઉં. પરંતુ હવે એવું નથી થવાનું કારણ કે તેમમે આ સ્ટોરને અલવિદા કહ્યું છે.
વીડિયોમાં એ યુવતી એવું પણ કહેતી જોવા મળી રહી છે કે તમે નહીં સમજો. મેં વિચાર્યું હતું કે રોહિત શર્મા વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જિતશે. નહીં મને એવું લાગ્યું હતું કે રોહિત શર્મા એવા પહેલાં કેપ્ટન બનશે કે જે વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ ટીમ ઈન્ડિયાને જિતાવશે.
રોહિત શર્મા બાદ ભારતીય ટીમની કમાન કોણ સંભાળશે એ સૌથી મોટો સવાલ છે. રિપોર્ટ્સ અનુસાર શુભમન ગિલ આ રેસમાં આગળ છે પરંતુ જસપ્રીત બુમરાહનું શું? તે ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી ખિલાડીઓમાંથી એક છે. જોકે, તેની ઈજા તેના માટે અવરોધરૂપ બની શકે છે. બુમરાહે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરી હતી, પરંતુ છેલ્લી મેચમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
બીસીસીઆઈની નજર એવા ખેલાડીને કેપ્ટન બનાવવા પર રહેશે જે સીરિઝની તમામ મેચ રમી શકે. બુમરાહની ફિટનેસ અને વર્કલોડને જોતા એવું નથી લાગતું કે તેને કેપ્ટન બનાવવામાં આવે. કેપ્ટનની રેસમાં ગિલ સિવાય કેએલ રાહુલનું નામ પણ આગળ છે.
આપણ વાંચો : રોહિત શર્માએ કયો અહેવાલ વાઇરલ થયા બાદ અચાનક ટેસ્ટમાંથી સન્યાસ લઈ લીધો?