BIG BREAKING: ઓપરેશન સિંદૂરમાં મોટી સફળતા, મસૂદ અઝહરનો ભાઈ ઢેર

નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ ભારતના ઓપરેશન સિંદૂરને લઈને મોટી અપડેટ જાણવા મળી રહી છે. ભારતના નંબર વન દુશ્મન મસૂદ અઝહરના ભાઈનું મોત થયું છે. ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી રઉફ અઝહર માર્યો ગયો છે.
રઉફ કંદહાર પ્લેન હાઈજેકનો માસ્ટરમાઈન્ડ હતો. ભારતે ઓપરેશન હાથ ધર્યા પછી આજે પણ સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે હજુ આતંકવાદીઓ વિરોધી ઓપરેશન ચાલુ છે, જેમાં આજે મોટી સફળતા મળી છે.
રઉફ અઝહર કંદહાર પ્લેન (આઈસી-814) હાઈજેકનો માસ્ટમાઈન્ડ હતો. તેનો અનેક આતંકવાદી હુમલામાં પણ તેનો હાથ હતો. મંગળવારના મોડી રાતના ભારતીય સેનાની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં મસૂદ અઝહરની છાવણીનો સફાયો કરવામાં આવ્યો હતો. ભારતની એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના દસ સભ્ય માર્યા ગયા હતા, જ્યારે તેના ચાર સાગરિતના મોત થયા હતા, જે પૈકી ઘાયલમાં એક રઉફનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી
કોણ હતો રઉફ અઝહર?
રઉફ અઝહર જૈશ-એ-મોહમ્મદના કર્તાહર્તા મસૂદ અઝહરનો નાનો ભાઈ છે, જે ભારતીય ગુપ્તચર એજન્સીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. 24 ડિસેમ્બરના 1999ના કાઠમંડુથી કંદહાર ખાતેના પ્લેન હાઈજેકનો ષડયંત્રકર્તા હતો.
ભારતીય પ્લેનને હાઈજેક કરવામાં આવ્યા પછી તેને પાકિસ્તાન, અમૃતસર, દુબઈથી કંદહાર લઈ જવામાં આવ્યું હતું અને હાઈજેક્નો મુખ્ય ઉદ્દેશ જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ જરગરનો ઉદ્દેશ હતો. આ ઓપરેશનની યોજના રઉફ અઝહરે બનાવી હતી અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર માર્યો હતો.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત
મસૂદ અઝહરના પરિવારનો પણ સફાયો
ભારતીય સેનાએ મંગળવારે પાકિસ્તાનના બહાવલપુરમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં મસૂદ અઝહરના પરિવારનો પણ સફાયો થયો હતો. જૈશ-એ-મોહમ્મદ વતીથી આપવામાં આવેલા નિવેદન અનુસાર આ હુમલામાં પરિવારના અનેક લોકોના મોત થયા હતા, જ્યારે પરિવારના અનેક સભ્યોને ઈજા પહોંચી હતી.
આ હુમલા પછી મસૂદ અઝહરે કહ્યું હતું કે આ હુમલામાં પરિવારના સભ્યો કરતા પોતાનું મોત થયું હોત તો સારું. આ હુમલામાં 100 આતંકવાદીના મોત થયા હતા. ભારતીય ગુપ્તચર એજન્સી રોએ કરેલી એર સ્ટ્રાઈકમાં તમામ ટાર્ગેટને નક્કી કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની છાવણી પર હુમલાઓ કરવામાં આવ્યા હતા.