સ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલના ડિવોર્સ બાદ ધનશ્રી વર્માને કરવું પડે છે આ કામ…

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સને હજી લાંબો સમય નથી થયો. હાલમાં યુઝવેન્દ્ર આઈપીએલમાં વ્યસ્ત છે અને ત્યાં પત્ની ધનશ્રી વર્માએ પોતાના કરિયરની દશા અને દિશા બંને બદલી દીધી છે. ડોક્ટરથી કોરિયોગ્રાફર બનેલા ધનશ્રી વર્મા હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. જી હા, ધનશ્રીએ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે, પણ હીરોઈન તરીકે નહીં પરંતુ આઈટમ ડાન્સર તરીકે… જોકે, યુઝવેન્દ્ર ચહલના ફેન્સને ધનશ્રીનો આ વીડિયો ખાસ કંઈ પસંદ આવ્યો હોય એવું લાગતું નથી. આવો જોઈએ શું છે આ ખાસ વીડિયોમાં-

ધનશ્રી વર્માએ ડિવોર્સ બાદ પોતાના કરિયરને નવી દિશા દેખાડી છે. ધનશ્રી રાજકુમાર રાવની આગામી ફિલ્મ ભૂલ ચૂક માફમાં એક આઈટમ સોન્ગ કરતી જોવા મળશે. આ ગીતનું ટાઈટલ છે ટિંગ લિંગ સજના હૈ… આ ગીતમાં રાજકુમાર રાવ અને ધનશ્રીની રોમેન્ટિક જોડી જોવા મળશે. આ ગીતમાં ધનશ્રી વર્માએ લાલ રંગના થાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળશે, જે તેને ગ્લેમરસ અને બોલ્ડ લૂક આપી રહ્યો છે. ધનશ્રી વર્માના ડાન્સિંગ મૂવ્ઝે પાર્ટીના માહોલને એકગમ રંગીન બનાવી દીધો હતો.
સોશિયલ મીડિયા પર ધનશ્રી વર્માના આ સોન્ગનો વીડિયો ભલે વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ ધનશ્રી વર્માની આ હરકત યુઝીના ફેન્સને ખાસ કંઈ પસંદ આવી હોય એવું નથી લાગતું, કારણ કે યુઝીના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સ એવું કહી રહ્યા છીએ કે ધનશ્રીને એવી તે શું મજબૂરી આવી પડી કે તેને આઈટમ સોન્ગ કરવા પડી રહ્યા છે.

bhool chuk maaf

એક યુઝરે ધનશ્રીના આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો બોલીવૂડની રાખી સાવંત બની રહી છે. બીજા એક શખ્સે જણાવ્યું હતું કે આ બધું કરવાથી યુઝવેન્દ્ર ચહલ પાછો નથી આવવાનો. ત્રીજા એક શખ્સે જણાવ્યું હતું કે આનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે એટલી તે શું મજબૂરી આવી પડી છે કે આ બધું કરવું પડી રહ્યું છે.

વાત કરીએ ફિલ્મ ભૂલ ચૂક માફની તો આ એક રોમ કોમ ફિલ્મ છે, જેમાં રાજકુમાર રાવ અને વામિકા ગિબ્બી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક નાનકયા શહેરના યુવકની છે, જે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ એક ટાઈમ લૂપને કારણે તે વારંવાર હલદીના ફંક્શનમાં ફસાઈ જાય છે.

dhanashree verma item song bhool chuk maaf

ધનશ્રી વર્મએ આ ગીતના બિહાઈન્ડ ધ સીન્સ સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં તે રાજકુમાર રાવ સાથે મસ્તી કરતાં જોવા મળી રહી છે. આ ફોટોમાં ધનશ્રી વર્માના ડાન્સના મૂવ્ઝ અને સ્ટાઈલિશ ડ્રેસને ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આપણ વાંચો : યે હો ક્યા રહા હૈ? Shreyas Iyer બાદ Dhanshree Verma નો આ ક્રિકેટર સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button