નેશનલ

ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેમાં 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ હવે સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.જેમાં સૂત્રોની માહિતીથી પ્રકાશમાં આવેલી વિગતો મુજબ રક્ષા મંત્રી રાજનાથ સિહે જણાવ્યું છે કે આ ઓપરેશન હજુ ચાલુ છે.

સરહદ પર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે

આ બેઠકમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સરહદ પર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તેથી હમણાં વિગતો શેર કરી શકીશું નહીં. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદીની ગેરહાજરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં રાફેલ અંગે કરવામાં આવી રહેલા દાવાઓ પર સરકાર દ્વારા કંઈ કરવામાં આવ્યું નથી તેમ જણાવ્યું છે.

કિરેન રિજિજુએ માહિતી આપી

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર ‘ઓપરેશન સિંદૂર’ વિશે તમામ પક્ષોને જાણ કરવા માંગે છે. પહલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી કેમ્પો પર મિસાઇલ હુમલા કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના કેન્દ્ર મુરીદકેનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં હાજરી આપી

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, અમિત શાહ, એસ જયશંકર, જેપી નડ્ડા અને નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને ડીએમકેના ટીઆર બાલુએ આ બેઠકમાં હાજરી આપી હતી. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

દેશ હિતમાં અમે સરકારની સાથે : ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું કે અમે કહ્યું છે કે દેશ હિતમાં અમે સરકારની સાથે રહીશું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એક છીએ અને શરૂઆતથી જ સરકારની સાથે છીએ. તેમણે એમ પણ કહ્યું કે હા કેટલીક ચિંતાઓ છે પણ તે ઠીક છે. આ એકતાનો સમય છે.

અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકમાં હાજર રહ્યા

જ્યારે અન્ય વિપક્ષી નેતાઓમાં સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, શિવસેના ના સંજય રાઉત, એનસીપી (સપા)ના સુપ્રિયા સુલે, બીજેડીના સસ્મિત પાત્રા અને સીપીઆઈ (એમ)ના જોન બ્રિટાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, JD(U) નેતા સંજય ઝા, કેન્દ્રીય મંત્રી અને LJP નેતા ચિરાગ પાસવાન અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો….ભારતના ઓપરેશન સિંદૂર બાદ એલઓસી પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, લોકો બંકરમાં છુપાયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button