પિક્ચર અભી બાકી હૈઃ ભારતીય સેના પાસે હજુ 12 આતંકવાદી અડ્ડાની યાદી તૈયાર છે

નવી દિલ્હીઃ સતત શાંતિ અને પ્રેમનો સંદેશ આપતા ભારતે હવે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો મનસૂબો બનાવી લીધો છે. લાતોની ભાષા માનતા દેશને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે.
ઑપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ ભારતે બુધવારે મિસાઈલ સ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખ્યા. જોકે આ માત્ર શરૂઆત છે, તેવો ઈશારો સેના અને સરકારે બન્નેએ કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર ભારતે આવા જ 12 જેટલા ત્રાસવાદી અડ્ડાઓની યાદી બનાવી છે. પાકિસ્તાનની અંદર ઘુસી તેને નાબૂદ કરવા માટે હજુ વધુ ઑપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ અડ્ડાઓમાં પીઓકે અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…
ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુદિરકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા.
એ જગજાહેર છે કે પાકિસ્તાન ભારતના ઓપરેશન સિંદૂરથી ડરી ગયું છે. આજે લાહોરમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ સવારથી જ પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે. દરમિયાન, પાકિસ્તાન ઓપરેશન સિંદુર જેવા બીજા ઓપરેશનના ભય હેઠળ છે.