ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિસ્ફોટોથી ધણધણ્યું , લાહોર બાદ કરાચીમાં પણ બ્લાસ્ટ

ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા હુમલા બાદ તેની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સવારે લાહોરમાં થયેલા ત્રણ વિસ્ફોટ બાદ હવે કરાચીમાં પણ વિસ્ફોટ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ કરાચીના શરાફી ગોથ પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તારના SSP માલિરએ આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી ધાતુના ટુકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ બાદ પોલીસ અને બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ માહિતી પાકિસ્તાની મીડિયા તરફથી મળી છે. આ વિસ્ફોટ બાદ કરાચીમાં ગભરાટનો માહોલ છે.

વિસ્ફોટ લાહોર એરપોર્ટ નજીક થયા

કરાચીમાં થયેલા વિસ્ફોટ પહેલા જ આજે સવારથી જ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ગુરુવારે સવારે જ્યારે પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો. ત્યારે બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાનમાં સેનાના વાહન પર પણ હુમલો કર્યો હતો. ગુરુવારે જ પાકિસ્તાનના સૌથી પ્રખ્યાત શહેર લાહોરમાં લગભગ ત્રણ વિસ્ફોટોના સમાચાર આવ્યા. માહિતી અનુસાર આ વિસ્ફોટ લાહોર એરપોર્ટ નજીક થયા હતા. પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ ચેનલે આ વિસ્ફોટના સમાચારની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાની સેનાના વાહન પર હુમલો

બલુચ લિબરેશન આર્મી એ પાકિસ્તાની આર્મીના વાહન પર હુમલો કર્યો. જ્યારે આ વિસ્ફોટમાં 12 પાકિસ્તાની સૈનિકોના મોતની માહિતી પણ સામે આવી રહી છે. બીએલએ પાકિસ્તાની સેનાના વાહનને આઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ આઈઇડી વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સેનાના વાહન ફુરચે ફુરચે ઉડી ગયા હતા.

પાકિસ્તાને ભારતમાં 12 સ્થળોએ ડ્રોન હુમલા કર્યાનો દાવો કર્યો

આ ઉપરાંત પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે, ભારતે પાકિસ્તાનમાં 12 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા છે. પાકિસ્તાન દ્વારા અમૃતસર પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ભારતે બદલો લેવા માટે આ 12 હુમલા કર્યા છે.

આ પણ વાંચો….ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના લાહોરમાં સીરીયલ બ્લાસ્ટ, એરપોર્ટ બંધ કરાયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button