વિશેષ: નવી ફેશન: ફલોરલ શટર્સ

-ખુશી ઠક્કર
કોર્પોરેટ વલ્ડમાં કામ કરતો પુરુષ કે પછી કોઈ ધંધાદારી ફેશન અંગે એક મહિલાથી પણ વધારે સજાગ હોય છે. તેઓની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે કે જેમાં તેઓ ઋતુ પ્રમાણે પોતાને હિસાબે ફેરફાર કરે છે. જેમકે શિયાળામાં હુડી અને લેધર જેકેટ પહેરે છે તો ઉનાળામાં તેઓ ફેન્સી ફલોરલ શર્ટ પહેરતા પણ અચકાતા નથી. ચાલો જાણીયે ફલોરલ શર્ટ કઈ કઈ રીતે પહેરી શકાય.
દરેક પુરુષ પાસે એક ફલોરલ શર્ટ તો હોવું જ જોઈએ.ફલોરલ શર્ટમાં ઘણી વેરાઈટી આવે છે જેમકે, વાઈટ બેઝ પર ફ્લોરલ પ્રિન્ટ કે પછી કલરફુલ બેઝ પર ફલોરલ પ્રીંટ. વાઈટ બેઝ પર કોઈ સિગલ કલરની પ્રિન્ટ હોય અથવા બે કે ત્રણ કલરના ફલાવરની પ્રિન્ટ અથવા તો મલ્ટી કલરના ફલાવરની પ્રિન્ટ હોય છે. તમે તમારી ચોઈઝ અને પર્સનાલીટી મુજબ શર્ટની પસંદગી કરી શકો. વાઈટ બેઝ પર સિંગલ કલરનાં ફલાવર એક સટલ લુક આપે છે જયારે વાઈટ બેઝ પર મલ્ટિ કલરના ફલાવર એક બ્રાઈટ એન્ડ કલરફુલ લુક આપે છે.
ડેનિમ: ડેનિમ પર ફલોરલ શર્ટ એક કેઝયુઅલ લુક આપે છે. જો તમે કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં હોવ તો તમે વાઈટ બેઝ પર સિંગલ કલરમાં આવેલી ફલોરલ પ્રિન્ટવાળુ શર્ટ પહેરી શકો. આમ તો ડેનિમ પર કોઈ પણ કલર કોમ્બિનેશનવાળું શર્ટ પહેરી શકાય. આ શર્ટનું ફેબ્રિક લીનનમાં હોવું જોઈએ અથવા તો રેયોન ફેબ્રિકમાં હોવું જોઈએ. લાઈટ બ્લુ કલરના ડેનિમ સાથે કોઈ પણ લાઈટ કે બ્રાઈટ કલરનું શર્ટ પહેરી શકાય જેમકે , વાઈટ કલરના બેઝ પર મલ્ટિકલર ફલાવરની ડિઝાઈન અથવા તો ઓરેન્જ કે યલ્લો કલરના શર્ટ સાથે કોઈ બ્રાઈટ કલરની ફલોરલ ડિઝાઈનવાળુ શર્ટ પહેરી શકાય.
આ પણ વાંચો….વિશેષ : એકતાનું ઉત્તમ ઉદાહરણ કુક્શો ગામ
શોર્ટસ – શોર્ટસ સાથે મીકસ એન્ડ મેચ કરવું બહુ સહેલુ છે ડિપેન્ડિંગ કે તમે કઈ ટાઈપની શોર્ટસ પહેરી છે. જેમકે જો તમારે ફલોરલ શર્ટ પહેરવા હોય અને જો તમે ફેન્સી કપડાં પહેરી શકતા હોવ તો રેડ કલરની શોર્ટસ કે પછી રોયલ બ્લુ કલરની શોર્ટંસ પહેરી શકાય. આ બન્ને શોર્ટસ સાથે બેજ કલરના બેઝ પર આવેલી ફલોરલ પ્રીન્ટ સારી લાગશે. તમારી પાસે બે ઓપ્શન છે એક કે તમે કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશનમાં શોટસ સાથે ફલોરલ શર્ટ પહેરો એટલે કે, બ્લેક શોટસ સાથે વાઈટ કલરનું ફલોરલ પ્રિન્ટનું શર્ટ, બેજ કલરની શોર્ટસ સાથે બ્લુ કલરનું શર્ટ એક હટકે લુક આપી શકે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- શર્ટના ફીટીંગનું ખાસ ઘ્યાન રાખવું જેમકે , જો તમારું શરીર સુડોળ હોય તો તમે બોડી ફીટ શર્ટ પહેરી શકો.
- જો તમારું શરીર થોડું ભરેલું હોય તો થોડા લૂઝ શર્ટ પહેરવા જેથી કરી પેટ અને કમરનો ભાગ વધારે ન લાગે.
- શર્ટની હેમલાઈન એપ્પલ કટ પહેરવી કે સ્ટ્રેટ કટ પહેરવી એ તમારી પરસનલ ચોઈસ છે.
આ પણ વાંચો….વિશેષ: `જીબીલી’ સ્ટાઇલનો વિસ્ફોટ કળાનું તોફાન કે હતાશાના ઘેટાની ચાલ?