આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૨૫-૧૦-૨૦૨૩, પાશાંકુશા એકાદશી
ભારતીય દિનાંક ૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૧મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર શતભિષા બપોરે ક. ૧૩-૨૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૭ (તા. ૨૬મી) સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૮-૫૮, રાત્રે ક. ૨૧-૩૮
ઓટ: બપોરે ક. ૧૫-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૦ (તા. ૨૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – એકાદશી. પાશાંકુશા એકાદશી (ટેટી), ભરત મિલાપ, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૩૨, સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, બુધ-રાહુ ગ્રહદેવતાનું પૂજન, વરુણદેવતાનું પૂજન, કદંબનું વૃક્ષ વાવવું, પરદેશનું પસ્તાનું, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, આભૂષણ, માલ લેવો, વસ્રો, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, રત્નધારણ, દુકાન-વેપાર, વાહનસવારી, ધાન્ય વેંચવું, ધાન્ય ભરવું, પશુ લે-વેંચ, વૃક્ષ વાવવા.
આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ બદનામીનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.