મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ટોડાના કુમારી જયશ્રી દેવજી લધુ ગોગરી (ઉં. વ. ૬૦) તા. ૨૨/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. દમયંતીબેન દેવજી ગોગરીના સુપુત્રી. લક્ષ્મીચંદ, નવિન, પ્રફુલ અને કલાના બહેન. બેરાજાના સ્વ. નેણબાઇ મઠુભાઇ સુરાણીના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન : પ્રફુલ દેવજી ગોગરી, ચોથા માળે, ફ્લેટ નં. ૧૬, મિલાપ સોસાયટી, એસ. વી.રોડ, મલાડ (વેસ્ટ), મુંબઇ.

ભોજાયના અમૃતલાલ વેલજી દેઢીયા (ઉં. વ. ૭૭) તા. ૨૨-૧૦-૨૩ ના અવસાન પામેલ છે. મઠાબાઇ વેલજી ખીમજીના પુત્ર. મંજુલા (બાંયાબાઇ)ના પતિ. શિલ્પા, જાગૃતિ, મેહુલના પિતા. નિર્મલા, હરખચંદ, ઉત્તમ, વેલજીના ભાઇ. કોટડા (રો.) હિરબાઇ કુંવરજી માલશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અમૃતલાલ દેઢીયા, ૪૦૫, સિલ્વર કોર્ટ, દેવીદયાલ રોડ, મુલુંડ (વે), મું. ૮૦.

સમાઘોઘાના વસંત નાનજી કુંવરજી ગાલા (ઉં. વ. ૬૫) તા. ૨૩-૧૦-૨૩ના અવસાન પામેલ છે. અમૃતબેન નાનજીના પુત્ર. ચંદનના પતિ. ઝીલ, શ્રેયાંશના પિતાજી. સુશિલા, સરલા, વીણા, અનિલના ભાઇ. લાખાપુર રૂક્ષ્મણીબેન તલકશીના જમાઇ. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, માટુંગા (સે.રે.) ટા. : ૩ થી ૪.૩૦.

મોખાના ધીરજભાઈ જેઠાલાલ ભેદા (ઉં. વ. ૭૧) તા.૧૯-૧૦-૨૩ના મોક્ષધામી બન્યા છે. હીરબાઈ જેઠાલાલના પુત્ર. ઈંદિરાના પતિ. મેહુલ, મિહીરના પિતા. ચીમનલાલ, નિર્મળાના ભાઈ. લક્ષ્મીબેન હીરજી ગાલાના જમાઇ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ : ધીરજ ભેદા, રૂમ નં.૧૫/૧૬, ત્રીજે માળે, માટુંગા મેનશન, ભંડારકર રોડ, માટુંગા પોસ્ટ ઓફિસની સામે, માટુંગા (સે.રે.), મું -૧૯.

સંબંધિત લેખો

લાખાપરના જયંતિલાલ મુરજી શેઠિયા (ઉં. વ. ૭૨) તા. ૨૧-૧૦-૨૩ ના અવસાન પામ્યા છે. દેવકાંબેન મુરજી શવરાજના પુત્ર. ઉર્મિલાના પતિ. અમિત, અમી (પ્રીશી)ના પિતા. હીરજી (બાબુભાઈ), ભાણજી, મનસુખ, ભાણબાઈ, રંજન (મંજુલા) ના ભાઈ. ભીંસરા મણીબાઇ નાનજી સાવલાના જમાઇ. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ. જૈન સંઘ નારાણજી શામજી વાડી, પહેલે માળે, ટા. ૪ થી ૫.૩૦.

મંજલ રેલડીયાના ઉમરશી પુનશી ગોસર (ઉં. વ. ૮૨) તા. ૨૨/૧૦/૨૩ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન પુનશી ધારસીના સુપુત્ર. ઝવેરબેનના પતિ. રાજેશ, ગીતા / જાગૃતિ, જયાના પિતાશ્રી. કાંતિલાલ, હીરાચંદ, હાલાપુરના નવલબેન ધનજી શામજી, વરંડીના કલ્પના દેવચંદ લાલજીના ભાઈ. મોટી વરંડીના મમીબાઇ મણશી રવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમરશી પુનશી ગોસર : ડી/૧૭૦૩, ચોઈસ અંબે સાગર, ડો. આર.પી. રોડ, મુલુંડ-વે., મુંબઇ-૮૦.

લાખાપુરના લક્ષ્મીબેન ગુલાબચંદ ગાલા (ઉં. વ. ૮૫) તા. ર૩.૧૦.ર૩ના દેવલોક પામ્યા છે. પાનબાઈ વેલજી દેવજીના પુત્રવધૂ. ગુલાબચંદના પત્ની. ઈલા, સતિશ, રક્ષા, નિમેશના માતુશ્રી. બારોઈ રતનબેન ધનજી સારંગના પુત્રી. નાનજી, દેવજી, ભાણજી, કેશરબેન, વિમળાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: સતીષ ગાલા, ટી-૭૦૪, નવનીત નગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ).

ભોજાયના હાલે ગદગ કર્નાટક ભરત વીરજી ગાલા (ઉં. વ. ૫૯) તા. ૨૩/૧૦ના અવસાન પામેલ છે. ઝવેરબેન વીરજી પાલણના પુત્ર. ધનલક્ષ્મીના પતિ. અવની, સુરભીના પિતા. પંકજ, દિલીપ, સાભરાઈ રંજન રમેશ વિસરિયા, બેરાજા નીતા પરેશ સૈયાના ભાઈ. સાભરાઇ સાકરબેન પોપટલાલ પ્રેમજી ગડાના જમાઈ. પ્રાર્થના તા. ૨૫/૧૦ બુધવારના કેડીઓ પાર્શ્ર્વ હોલ, ગદગ મુકામે સાંજના ૪ થી ૫ રાખેલ છે (મુંબઈ રાખેલ નથી) ઠે. ભરત ગાલા, ઉત્તમ ડ્રેસીસ, બેંક રોડ, કર્ણાટકા સ્ટેટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર, હાલ ઘાટકોપર, સ્વ. પ્રેમચંદભાઈ મેરાજભાઈ વારૈયાના સુપુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૬૪) તે વર્ષાબેનના પતિ. નિધિ તથા ચૈતાલીના પિતાશ્રી. તે ચીમનભાઈ, મનુભાઈ, મહાસુખભાઈ, ભુપતભાઈ, રંજનબેન, રમીલાબેન તથા નયનાબેનના ભાઈ. તે પરમાનંદભાઈ વિઠ્ઠલભાઈ સલોતના જમાઈ ૨૨.૧૦.૨૩ ના અરિહંત શરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. – બી/૩૦૧, પ્રમુખ દર્શન બિલ્ડિંગ કિરોલ રોડ, કામા લેન. ઘાટકોપર (વેસ્ટ).

શ્રી વિજાપુર વિશા ઓસવાલ જૈન
રીદ્રોલ, હાલ ગોરેગાવ સ્વ. અમૃતલાલ દામોદરદાસ શાહના પુત્ર મહેન્દ્રભાઈ તે કુસુમબેનના પતિ. કુણાલ તથા વૈશાલીના પિતા. અંકિતા તથા વૈભવના સસરા. સ્વ. હરિભાઈ, સ્વ. રમેશભાઈ, સુરેશભાઈના ભાઈ ૧૮/૧૦/૨૩ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મુ. પુ. જૈન
થળા, હાલ વિરાર સ્વ.જસવંતલાલ પરષોતમ દાસ શાહના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૨) તા. ૨૨.૧૦.૨૩ રવિવારના અરીહંતશરણ પામેલ છે.તે સ્વ.મનુભાઈ, સ્વ.વસુબેન, સ્વ. ગુણીબેનના ભાભી. તે નિતીન, ભરત, નિમેશ, રમેશ, ગં.સ્વ. ભાવના વિરેન્દ્ર કુમારના માતૃશ્રી. તે દિપીકા, દર્શના, નેહા, નિમીશા, શિલ્પાના સાસુ. તે મેથાણ નિવાસી સ્વ.કસ્તુરીબેન વખતચંદ પારેખની પુત્રી. તેમની શંત્રુજ્ય ભાવયાત્રા તા.૨૬.૧૦.૨૩ ને ગુરૂવાર ૧૦:૦૦ થી ૧:૦૦ – તેરાપંથી હોલ, જૈન મંદિર રોડ, શ્રેય હોટલની ગલીમાં વિરાર (વેસ્ટ).

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
હડમતીયા, હાલ વાપી ભુપતભાઈ જેચંદભાઈ વાઘરના ધર્મપત્ની હર્ષાબેન વાધર (ઉં. વ. ૬૬) તા. ૨૨-૧૦-૨૩ ના વાપી અરિહંત શરણ પામેલ છે તે પારસ ભુપતભાઈ વાધર તથા જસ્મીના પિયુષભાઈ ઉદાણીના માતુશ્રી. અ. સૌ. નિશા તથા પિયુષભાઈ ઉદાણીના સાસુ. ચિ. વીરના દાદી, પીયર પક્ષે સ્વ. રસીકલાલ રતનશી મહેતાના સુપુત્રી, લૌકિક પ્રથા બંધ છે.

શ્રી કચછી વિશા શ્રીમાળી
ઓસવાળ ગુર્જર જ્ઞાતી જૈન
ગામ મુન્દ્રા , ઘાટકોપર ગં. સ્વ. લીલાવંતીબેન (ઉં. વ. ૯૦) તા. ૨૧/૧૦/૨૦૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ચંદુલાલ મુલચંદ શાહના ધર્મપત્ની. હિના ચંદ્રકાન્ત સંઘવી, રશ્મિકાંત, પના જયંત ગાંધી, રાજેશના માતુશ્રી. તે નયના રશ્મિકાંત અને રાજુલ રાજેશ ના સાસુ. તે કાન્જી રતનશી વોરાના સુપુત્રી. અંકિત , દૃષ્ટિ, મુક્તિના. પ્રાર્થના – તા. ૨૫/૧૦/૨૦૨૩ ના ૩:૦૦ થી ૪:૩૦, સ્થળ : સુમતી ગુજર ભુવન, સ્વસ્તિક પાકે , ચેમ્બુર , મુંબઈ – ૭૧.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટા આંકડિયા, હાલ બોરીવલી, સ્વ. કાંતિલાલ વીરચંદ ઘેલાણી, પુષ્પાબેન કાંતિલાલ ઘેલાણીનાં પુત્ર વિરેન્દ્ર ઘેલાણી, (ઉં. વ. ૫૬) તે સ્વ.ગીતાબેનના પતિ. હેનલના પિતા. પંકજભાઈ, અતુલભાઈ, મીનાબેન મહેશકુમાર કામદાર, ઉમાબેન ધર્મેશકુમાર દેસાઈના ભાઈ. અલમપુર (ગુજરાત) નિવાસી હાલ બોરીવલી પરમાનંદદાસ હરગોવિંદદાસ મહેતાના જમાઈ ૨૩.૧૦.૨૩ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર
બંધ છે.

૧૦૮ના ગોળનું જૈન
ગામ જગુદણ, હાલ બોરીવલી રસીલાબેન શાહ (ઉં. વ. ૭૮) તે નવીનચંદ્ર મફતલાલ શાહના ધર્મપત્ની ૨૨/૧૦/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. હિરેન, હિના, જીગ્નેશાના માતા. તે હિના, હિરેન તથા જીજ્ઞેશના માતુશ્રી. અમિષા, ધનેશકુમાર તથા હિતેશકુમારના સાસુ. જશના દાદી. ધીરજબેન, સ્વ. ભૂરીબેન, જસીબેનના ભાભી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિંવચંદ્ર શાહ ઈ/૨, મોતીમહાલ સોડાવાલા, બોરીવલી વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button