
નવી દિલ્હીઃ ભારતે પહેલગામ હુમલાનો ઑપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવને ધ્યાનમાં રાખી સરકારે સુરક્ષાના પ્રબંધો કર્યા છે. આ સુરક્ષાના ભાગરૂપે 27 એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે. આ એરપોર્ટ શનિવાર સવાર સુધી બંધ રહેશે, તેવી જાણકારી એવિયેશન વિભાગ દ્વારા મળી છે. આ પછી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને ચંદીગઢ સહિત ઓછામાં ઓછા 27 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એરપોર્ટ 9 મે સુધી બંધ રહેશે.
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવને કારણે દિલ્હી એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરી છે. તેણે મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરી છે. દિલ્હી એરપોર્ટના તમામ ટર્મિનલ અને તમામ 4 રનવે પર કામગીરી સામાન્ય રીતે ચાલુ છે. જોકે, બદલાતી એરસ્પેસ સ્થિતિને કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે,” દિલ્હી એરપોર્ટે ટ્વિટર પર પોસ્ટ કર્યું.
ભારતે આજે 400થી વધારે ફ્લાઈટ્સ રદ કરી
ભારતે લગભગ આજની 430 ફ્લાઈટ્સ રદ કરી છે જે આપણી કુલ ફ્લાઈટ્સના 3 ટકા છે. જ્યારે પાકિસ્તાને કુલ 147 ફ્લાઈટ્સ રદ કરી છે જે તેમની કુલ ફ્લાઈટ્સની 17 ટકા છે. પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ ભાગ વચ્ચે કાશ્મીર અને ગુજરાતની એર સ્પેસને ફ્રી કરવામાં આવી છે. આ સંવેદનશીલ ઝોનને બંધ કરવામાં આવ્યું છે. ફ્લાઈટરડાર 24 આ માહિતી સાથે ફ્લાઈટ રદ થઈ હોય તેની પણ માહિતી આપે છે. મોટાભાગની વિદેશી હવાઈસેવાઓએ પાકિસ્તાનની એરસ્પેસના ઉપયોગને બંધ કર્યો છે અને અમદાવાદ અને મુંબઈના રૂટમાં ફેરફાર કર્યા છે.
આ પણ વાંચો ભારતના ઓપરેશન સિંદૂર બાદ એલઓસી પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, લોકો બંકરમાં છુપાયા
આ 27 એરપોર્ટ બંધ
આ 27 એરપોર્ટ શનિવાર સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદ સરકારની જો કોઈ નવી માર્ગદર્શિકા નહીં આવે તો ઓપરેશન શરૂ કરવામાં આવશે. ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંતર, કિશનગઢ, પટિયાલા, શિમલા, ગગ્ગલ, ભટિંડા, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, લેહ, જમ્મુ, મુન્દ્રા, જામનગર, રાજકોટ, પોરબંદર, કંડલા, કેશોદ, ભુજ, ધર્મશાળા, ગ્વાલિયર, હિંડોન.