લાડકી

ફોકસ: સંસ્કૃતિ રક્ષક

-ઝુબૈદા વલિયાણી

સ્ત્રીઓ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. એના અનેક કારણ છે. એમાં સૌથી મોટું કારણ એ વખતે એ પોતાના સર્જકતા અને કલ્પકલાની સવિશેષ રજૂઆત કરી શકે છે. એટલું જ નહીં એક વણજાહેર કરેલી સ્પર્ધા દ્વારા એ પોતાનું સમાજમાં સ્થાન ઊભું કરી શકે, ઊણપો જાણીને સુધારવાનું વિચારી
શકે છે.

સ્ત્રીને મન ઉત્સવ એટલે સોળ શણગાર સજવાનું બહાનું છે એવી દલીલ ઘણા લોકો કરતા હોય છે, પરંતુ એ વાત ખોટી છે. કારણ શણગાર સજાવટ સ્વયં એક કલા છે એ વાસ્તવિકતાને તેઓ ભૂલી જાય છે.

જો સ્ત્રીમાં શણગાર સજાવટનો સંસ્કાર આદિ સ્ત્રીએ રેડયો ન હોત તો

  • દાગીના * ટીલી – ટપકી, * આભૂષણો, * ફેશન,
  • રંગબેરંગી ચીજવસ્તુઓ, કંઇ કરતાં કંઇ વિકસ્યા ન હોત અને
  • જગતની કલા માત્ર મ્યુઝિયમોમાં પડી રહેતી હોત, પરંતુ સ્ત્રીની દૃષ્ટિએ એને
  • રસોડા-શયનખંડ અને ટોઈલેટ સુધી ખેંચી લાવી છે.
  • પુરુષ આ બધાનું ઉત્પાદન કરતો હોય છે, પરંતુ મંજૂરીનો માર્કો જયાં સુધી સ્ત્રીનો નથી લાગતો ત્યાં સુધી એની કોઇ વેલ્યુ નથી બનતી.
  • એક દાખલો આપું તો શ્રેષ્ઠ કલાકૃતિ જેવાં આભૂષણો કોઇ ઝવેરી તૈયાર કરે પણ જો સ્ત્રી એ પહેરે નહીં તો?
  • પુરુષ બધા દાગીના પહેરે તો પણ એનો ભાવ સ્થિર જ રહેશે, પણ
  • સ્ત્રી જયારે એને યોગ્ય રીતે પહેરશે ત્યારે જ એનું મૂલ્ય વધી જશે.
  • અને એટલે સ્ત્રી ઉત્સવમાં ખૂબ રસપૂર્વક ભાગ લે છે એ ત્યારે જ સાબિત થાય છે. જયારે એ પોતાની આનંદની અનુભૂતિને સૌંદર્ય સજાવટ દ્વારા વ્યક્ત કરે છે.
  • જગતનો એક ઉત્સવ એવો નથી જેમાં સ્ત્રી ન હોય તો ચાલે એમ કોઇ કહેવા તૈયાર થાય.
  • કારણ સ્ત્રી ખુદ ઉત્સવનો દેહ છે. એની પાસે
  • હર્ષ,
  • આનંદ વ્યક્ત કરવા માટે એટલી બધી રીત છે કે પુરુષ કયારેય એની સ્પર્ધામાં ઊતરી શકે તેમ નથી.
  • રામ ખલનાની નામના એક સમાજ વૈજ્ઞાનિકના કહેવા મુજબ જો માનવ સ્વભાવના ભૌતિક અને આધિ ભૌતિક એમ બે ભાગ કરી એના પ્રતીક પસંદ કરવાના હોય તો.
  • પુરુષ એ ભૌતિક ભાગનું પ્રતીક છે અને
  • સ્ત્રી આધિ ભૌતિકવાદનું.
  • આમાં
  • ધર્મ, * પ્રદેશ, * ભાષા, * કશાનો ભેદ નડતો નથી.
  • આ વ્યાખ્યા વિશ્વવ્યાપી છે અને પરિણામે જ સંસ્કૃતિ રક્ષક તરીકે સ્ત્રીની કલ્પના કરવામાં આવી છે, જેમાં ઉત્સવનો પણ સમાવેશ થાય છે.
  • સ્ત્રી જયારે પ્રસંગને અનુરૂપ
  • પહેરવેશ,
  • દાગીના ,
  • શોભન ચિન્હો ધારણ કરે છે ત્યારે એ પ્રસંગના
  • ગાંભિર્ય,
  • ગૌરવ,
  • ગરિમા અને
  • ગણિત
  • બધાનો સમાવેશ કરે છે અને સ્ત્રી જ મૂડમાં પલ્ટી શકે છે. પ્રસ્તુત લેખનો ત્રીજો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાંચીશુ અને શુભ કાર્યોમાં
    સહધર્મચારિણીને અત્યંત આવશ્યક જ નહીં અનિવાર્ય ગણવામાં આવી તે વિશે હજુ વધુ જાણીશું.

પ્રેરણાસ્ત્રોત
સૌંદર્ય અને સંસ્કૃતિ બન્ને પ્રત્યે સ્ત્રીજાતી પુરુષ કરતાં વધુ આદર ધરાવતી હોય છે.

આ પણ વાંચો….ફોકસ : સ્ત્રીઓમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ પુરુષ કરતાં વધુ કેમ હોય છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button