લાડકી
ફેશન: ઇટ્સ સમર, સ્કિન કેર ઇઝ મસ્ટ!

-ખુશ્બુ મુણાલી ઠક્કર
મોટા ભાગની મહિલાઓને સ્કિન કેર કઈ રીતે કરાય તેનું જ્ઞાન હોય જ છે . છતાં મોટા ભાગની મહિલાઓને સન ટેનનો સામનો કરવો જ પડે છે, પરંતુ જો બધીજ મહિલાઓ સમજી જાય કે, સ્કિન કેર એ માત્ર ઉપરની દેખરેખ નથી, પરંતુ પૌસ્ટિક આહાર લેવો એ પણ એક સ્કિન કેર રીજિમ જ છે. સ્કિન કેર એ એક રેગ્યુલર કામ છે તમે જો માત્ર બે કે ત્રણ દિવસ ધ્યાન રાખો અને પછી ધ્યાન ન રાખો તો તમારી ત્વચા જેટલી પણ સારી હશે તે પણ ખરાબ થઇ જશે. ત્વચાની સંભાળ માટે તમે અલગ અલગ ટાઇપની એક્સેસરીઝ પણ લઈ શકો જેમકે, સન ગ્લાસ, હેટ, સ્કાર્ફ, હેન્ડ ગ્લવ્ઝ, સન સ્ક્રીન લોશન વગેરે. આ બધીજ એક્સેસરીઝનો ઉપયોગ કરી તમે ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ રાખી શકો.
- ઉનાળામાં જઙઋ- 30 સન સ્ક્રીન એક ખૂબ જ મહત્ત્વનું છે. તમારા સ્કિન ટાઈપ અને સ્કિન ટોન મુજબ તમે સન સ્ક્રીન લોશનની પસંદગી કરી શકો.જયારે ઘરની બહાર જવાનું હોય તેના અડધા કલાક પહેલા સન સ્ક્રીન લોશન લગાડવું. સન સ્ક્રીન લોશન લગાડવા પહેલા ચહેરાને સરખો ધોવો.
- ત્વચાને તડકાથી બચાવવા માટે ચહેરાને દિવસમાં 2 વખત ધોવો. જેથી ત્વચા પર ધૂળ અને ઓઇલના થર થતા નથી.
- લાઈટ ફેસ વોશનો ઉપયોગ કરવો.
- જ્યારે ઘરમાં હોવ ત્યારે ત્વચા પર બરફ લગાડવો જેથી ત્વચાને થોડ઼ી ઠંડક મળે અને ત્વચા સુંવાળી લાગે છે.
- ઘરમાં હોવ ત્યારે ખાસ કરીને મુલતાની માટીમાં રોઝ વોટર નાખી ચહેરા પર ફેસ પેક લગાડવો.
- ઘરની બહાર નીકળો ત્યારે ભૂલ્યા વગર સન ગ્લાસનો ઉપયોગ કરવો જેથી કરી તમારી આંખ સચવાઈ રહે.
- ઘરની બહાર નીકળતી વખતે ખાસ કરીને ચહેરાને સ્કાર્ફથી ઢાંકવો જેથી કરી સૂર્યનાં કિરણો તમારી ત્વચાને અસર ન કરી શકે. જો તમારું ટ્રાવેલિંગ વધારે થતું હોય તો, તમારા હાથને અને પગને તડકાથી બચાવવા માટે ખાસ કરીને મોજા પહેરવા. જો પગમાં મોજા નહીં પહેરો તો તમારા ચપ્પલની જે પેટર્ન હશે તે પેટર્ન તમારા પગ પર થઈ જશે. એટલે કે ચપ્પલ પહેર્યા પછી ત્વચાનો જે ભાગ દેખાતો હશે તે ટેન થઈ જશે.
- તડકાથી બચવા માટે તમે હેટ અથવા કેપનો પણ ઉપયોગ કરી શકો. કેપ અથવા હેટ ખાસ કરીને લાઈટ કલરની જ પહેરવી જેથી કરી વધારે માથું ના તપે. – તડકામાં ખાસ ધ્યાન રાખવું કે તમારા વાળ બાંધેલા હોય જેથી કરી વધારે ગરમી ન થાય. ઉનાળામાં ખાસ કરીને હાઈ પોની ટેઈલ કે પછી હાઈ બન વાળવો. જેટલા વાળ બાંધેલા હશે તેટલા જ સચવાઈને રહેશે.
- જો તમે સ્કૂટર પર ટ્રાવેલ કરતા હોવ તો સ્કાર્ફ એવી રીતે પહેરવો કે તમારા બધાજ વાળ કવર થઇ જાય.
- જો તમે ઓપન હેર સ્ટાઇલ જ રાખવા માગતા હોવ તો, ખાસ કરીને હર લેન્થ ઓછી રાખવી જેથી કરી વાળને સાચવવાં સારા પડે.
- આહારમાં ખાસ કરીને પૌષ્ટિક આહાર લેવો જેમકે, જ્યૂસી ફળો કે ફળોનો રસ લેવો.
- બહાર તડકામાં હોવ ત્યારે ખાસ કરીને નારિયેળ પાણી પીવું.
- ઓઈલી અને જન્ક ફૂડનું સેવન કરવું નહીં.
- દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું. જેથી તમે ડીહાઇડ્રેટ નહીં થાવ .
- ઘરની બહાર નીકળો ત્યારે અને તડકામાંથી ઘરે આવો ત્યારે ખાસ કરીને લીંબુ પાણી પીવું.
- તડકામાં ખાસ કરીને વધારે ટાઈમ ઘરની બહાર રહેવું નહીં.
- વધારે પડતા લાઈટ કલરના કપડાનો ઉપયોગ કરવો.
- ખાસ કરીને પ્યોર કોટન અને ખુલતા કપડાં પહેરવા જેથી કરી વધારે ગરમી ન થાય.
આ બધીજ ટિપ્સ અપનાવવાથી તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો.
આ પણ વાંચો ભારતની વીરાંગનાઓ: હાથશાળની મા: કમલાદેવી ચટ્ટોપાધ્યાય