
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ છે. ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ 10માં અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58 ટકા, ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79 ટકા, ધોરણ 10માં હિન્દી માધ્યમનું પરિણામ 76.47 ટકા નોંધાયું છે.

સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા
ધોરણ 10નું પરિણામ જાહરે થતાં આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 ટકા પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકા થી ઓછું પરિણામ આવ્યું છે., જ્યારે ઝીરો ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.
મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ
મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે, ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ 99.11 ટકા અને સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56 ટકા આવ્યું છે, સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું 89.29 ટકા છે, સૌથી ઓછું પરિણામ ખેડા જિલ્લાનું 72.55 ટકા અને 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1574 છે.આ વર્ષે વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થી કરતા 7.68 ટકા આગળ રહી બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા આવ્યું છે.
આ પણ વાંચો….મહારાષ્ટ્રમાં એચએસસીનું પરિણામ જાહેરઃ છોકરીઓએ બાજી મારી, જાણો એટુઝેડ