
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કરીને બદલો લીધો છે. જેની બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન પહલગામ હુમલા બાદ સતત નિયંત્રણ રેખા પર ફાયરિંગ કરી રહ્યું છે. જેમાં ભારતના એક્શન બાદ નિયંત્રણ રેખા પર પાકિસ્તાને ગોળીબારના વધારો કર્યો છે. તેમજ સરહદી ગામોમાં તોપમારો પણ કર્યો છે. જેના પગલે ભારતીય સીમા નજીકના ગામવાસીઓ ઘર છોડીને સુરક્ષિત સ્થળો જવાની ફરજ પડી છે. તેમજ આ લોકોને બંકરોમાં છુપાવવું પડી રહ્યું છે. જ્યારે કેટલાક ગામો ખાલી કરી દેવામાં આવ્યા છે.
લોકો બંકરોમાં સ્થળાંતર કર્યું
બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઉરી અને તંગધાર સેક્ટરના સ્થાનિક લોકોએ હાલમાં સૌથી ભારે ગોળીબારની જાણ કરી હતી. તેમજ આ લોકો બંકરોમાં સ્થળાંતર કર્યું હતું. તેમજ ગોળીબાર બાદ ગામમાં ચાર ઘરોમાં આગ લાગી હતી.
પાકિસ્તાને નિયંત્રણ રેખા પારથી તોપમારો કર્યો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલો ગોળીબાર ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં અનેક આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યા પછી થયો હતો. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પારથી તોપમારો કરીને જવાબી કાર્યવાહી કરી હતી.
રાત્રે 11 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો
ઉરીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે રાત્રે 11 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો. જેમાં તોપના ગોળા વસ્તીવાળા વિસ્તારોમાં પડ્યા હતા. ઉરીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે ગોળીબારમાં અનેક ઘરોને નુકસાન થયું હતું અને આગ લાગી હતી. અમે સલામત સ્થળો તરફ દોડી ગયા હતા. બીજા એક વ્યક્તિએ કહ્યું કે શેલ ઉરીના મુખ્ય શહેરની નજીક સલામાબાદ સુધી પડ્યા હતા.
લોકોએ ગુરેઝ વિસ્તાર છોડી દીધો
આ ક્ષેત્રોમાં હિંસા વધવા છતાં બાંદીપોર જિલ્લાનો ગુરેઝ વિસ્તાર પ્રમાણમાં શાંતિપૂર્ણ રહ્યો. હજુ સુધી કોઈ ઉલ્લંઘન થયું નથી. એક રહેવાસીએ જણાવ્યું હતું કે અમે ગુરેઝ છોડી દીધું છે અને સેનાએ અમને કંજલાવન નજીક રોકી દીધા છે. તેઓ અમને સવારે 6 વાગ્યા સુધી રાહ જોવાનું કહી રહ્યા છે. ત્યારબાદ તેઓ અમને આગળ વધવા દેશે.
આ પણ વાંચો….‘…અમે સંયમ જાળવીશું’ પાકિસ્તાનના વિદેશ પ્રધાને તણાવ ઓછો કરવાની ઇચ્છા દર્શાવી…