IPL 2025
કોલકાતાના 179/6 બાદ ચેન્નઈએ ઝીરોમાં બે વિકેટ ગુમાવી…

કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 179 રન કર્યા હતા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણેના 48 રન હાઇએસ્ટ હતા. ચેન્નઈએ શરૂઆતના બે ધબડકા સાથે શરૂઆત કરી હતી.
આન્દ્રે રસેલે 38 રન કર્યા હતા જેમાં ત્રણ સિક્સર અને ચાર ફોરનો સમાવેશ હતો. ઈજાગ્રસ્ત વેન્કટેશ ઐયરના સ્થાને રમેલો મનીષ પાન્ડે 36 રને અણનમ રહ્યો હતો.ચેન્નઈના બોલર્સમાં અફઘાનિસ્તાની સ્પિનર નૂર અહમદે (NOOR AHMED) સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
કોલકાતાની ઇનિંગ્સ બાદ ચેન્નઈએ પહેલી બે ઓવરમાં બન્ને ઓપનર ગુમાવી દીધા હતા. આયુષ મ્હાત્રે અને ડેવૉન કૉન્વે ખાતુ ખોલાવ્યા વગર જ પૅવિલિયનમાં પાછા ગયા હતા. જોકે ગુજરાત રાજ્યનો ઉર્વિલ પટેલ પચીસ રને રમી રહ્યો હતો. આઇપીએલ (IPL)માં આ તેનું ડેબ્યૂ છે.