‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ની ફિલ્મની રિલીઝ પર કોર્ટનો સ્ટે યથાવત્…

મુંબઈ: ‘શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર’ અથવા ‘શાદી કે ડિરેક્ટર કરણ જોહર’ શીર્ષક હેઠળની ફિલ્મની રિલીઝ પરનો સ્ટે બૉમ્બે હાઇ કોર્ટે આજે યથાવત્ રાખતા કહ્યું હતું કે ફિલ્મના શીર્ષક દ્વારા ફિલ્મ નિર્માતા કરણ જોહરના વ્યક્તિ અને પ્રચાર અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
કરણ જોહર ભારત અને વૈશ્વિક સ્તરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત નામ છે અને ઘણા જાણીતા છે, એમ જણાવતા કોર્ટે ફિલ્મના નિર્માતા સંજય સિંહની અરજીને ફગાવી દીધી હતી. ફિલ્મની રિલીઝ પર હાઇ કોર્ટની સિંગલ બેન્ચે માર્ચમાં સ્ટે મૂક્યો હતો જેને સંજય સિંહે પડકારી હતી. ફિલ્મ અને તેના શીર્ષકને ફિલ્મ નિર્માતા કરણ જોહરે પડકાર્યું હતું. ફિલ્મ ઉદ્યોગમાં જોહરનું નામ બ્રાન્ડ વેલ્યુ છે. કરણ અને જોહરનું નામ ફિલ્મ શીર્ષકમાં વાપરવામાં આવતા તે ફિલ્મ નિર્માતા કરણ જોહર તરફ સંકેત કરે છે, એમ કોર્ટે કહ્યું હતું.
કરણ જોહરની વચ્ચે ‘ઔર’ શબ્દનો ઉપયોગ કરાશે એમ સંજય સિંહે જણાવતા કોર્ટે તેનો પણ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ બન્ને શબ્દનો અલગ અલગ ઉપયોગ કરવામાં આવે તો પણ તે લોકોના મનમાં મૂઝવણ ઊભી કરી શકે છે. તેથી અરજદારને કોઇ પણ રીતે ફિલ્મ નિર્માતા કરણ જોહરની પ્રતિષ્ઠાને કલંકિત કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
(પીટીઆઇ)
આપણ વાંચો : આ વિચિત્ર બીમારીથી પીડાતો હતો Karan Johar, ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો…