આલિયા અને ઐશ્વર્યા જશે કાન ફિલ્મ ફેસ્ટિવલ…

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ ફરી એક વખત ખૂબ જ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ ડે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિતના અનેક સેલેબ્સે આ ઈવેન્ટમાં પોતાની હાજરીને કન્ફર્મ કરી છે.
ગ્લોબલ બ્યુટી બ્રાન્ડના ભારતીય ચહેરાવાળી એક્ટ્રેસ ઈન્ટરનેશનલ હસ્તીઓની પ્રભાવશાળી લિસ્ટમાં સામેલ થશે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરી વિશે આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પહેલી વખત થોડું ખાસ હોય છે અને હું આ વખતે ફિલ્મ અને સેલ્ફ એક્સપ્રેશનના આ ફેસ્ટિવલ કાનમાં પોતાની શરૂઆત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે આ લિમિટલેસ હતી અને યુનિક છે. મને આવા બ્રાન્ડ માટે ઊભા રહેવા માટે ગર્વ છે, જે દરેક મહિલાની જર્નીને સેલિબ્રેટ કરે છે અને તેમને પોતાની લાઈટમાં ચમકવાનો અધિકાર આપે છે.
આપણ વાંચો: પૈસા આપીને નકલી રેડ કાર્પેટ પર કોઇ પણ ચાલી શકે છે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે ચોંકાવનારા ખુલાસા
આલિયાની સાથે ઐશ્વર્યા રાય-બચ્ચન પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા જશે. ઐશ્વર્યા છેલ્લાં કેટલાય સમયથી આ ફંક્શનમાં હાજરી આપે છે. જોકે, બંનેની હાજરીના ન્યુઝ એકદમ કન્ફર્મ છે, પરંતુ એ વાતની ખાતરી નથી કે ફેન્સ બંનેને એક સાથે રેડ કાર્પેટ પર જોવા મળશે કે નહીં.
આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરની શૂટિંગમાં વ્યસ્ત છે અને આ સિવાય તે ફિલ્મ અલ્ફામાં જોવા મળશે. આ જાસૂસી ફિલ્મમાં એક્ટ્રેસ પહેલી વખત લીડ રોલમાં જોવા મળશે, જે વાયઆરએફની સ્પાય યુનિવર્સ પર આધારિક છે અને આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે.