આમચી મુંબઈ

વંદે ભારતના પ્રવાસીઓ માટે મોટા સમાચાર, આગામી દિવસોમાં વધુ કોચ જોડાશે

મુંબઈથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની વંદે ભારતની લોકપ્રિયતામાં વધારો

મુંબઈ: ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ કર્યા પછી દેશના એક પછી એક રાજ્યમાંથી વંદે ભારત દોડાવાય છે, તેમાંય પશ્ચિમ રેલવેના કોરિડોરમાં દોડાવાતી વંદે ભારતમાં કોચની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર વાયા અમદાવાદ દોડાવનારી વંદે ભારત એક્સપ્રેસમાં હવે વધુ લોકો પ્રવાસી કરી શકશે, કારણ કે હવે આ ટ્રેનમાં વધુ ચાર ડબ્બા જોડવાની યોજના છે.

અત્યાર સુધી આ ટ્રેનમાં ૧૬ ડબ્બા હતા જે હવે વીસ ડબ્બાની ટ્રેન થઇ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ટ્રેનની વધતી માગને કારણે તેના ડબ્બા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હજી સુધી તેની ચોક્કસ તારીખ જાહેર નથી કરવામાં આવી, પરંતુ આ અઠવાડિયાના અંતમાં અથવા આવતા અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ-અમદાવાદ વંદે ભારત ૨૦ કોચ સાથે દોડશે.

આ પણ વાંચો: Good News: અમદાવાદથી ઉદયપુરની ડાયરેક્ટ વંદે ભારત ટ્રેન શરુ થશે, જાણો A 2 Z માહિતી…

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વધતી લોકપ્રિયતાને કારણે આ નિર્ણય લીધો છે. ચાર કોચ વધવાની સાથે કુલ ૩૧૨ સીટનો વધારો થશે. વીસ ડબ્બાની વંદે ભારતમાં વધારાના ચાર કોચ એસી હશે. ૧૬ ડબ્બાની ટ્રેનમાં બે કોચ એક્ઝિક્યુટિવ ચેર કાર અને ૧૪ એસી કાર હોય છે. ૧૬ ડબ્બાની ટ્રેનમાં કુલ સીટ ૧૧૨૮ હતી જે હવે ૧૪૪૦ થઇ જશે.

૧૬ ડબ્બાની વંદે ભારત

કોચ સીટ
2 ઇસી કોચ ૧૦૪ (પ્રત્યેક ૫૪)
સી-૧ અને સી-૧૪ ૮૮ (પ્રત્યેક ૪૪)
સી-૨થી સી-૧૩ ૯૩૬ (પ્રત્યેક ૭૮)

કુલ ૧૧૨૮ સીટ

૨૦ ડબ્બાની વંદે ભારત

કોચ સીટ
૨ ઇસી કોચ૧૦૪ (પ્રત્યેક ૫૪)
સી-૧થી સી-૧૮ ૮૮ (પ્રત્યેક ૪૪)
સી-૨થી સી-૧૭૧૨૪૮ (પ્રત્યેક ૭૮)

કુલ ૧૪૪૦ સી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button