આપણું ગુજરાત

સુરતમાં ૬૦૨ સ્પામાં પોલીસના દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેર પોલીસે એક અઠવાડિયાની ડ્રાઇવ દરમિયાન ૬૦૨ જગ્યા પર દરોડા પાડ્યા હતા. જેમાં અનૈતિક દેહ વ્યાપારના ૧૬ કેસ કરવામાં આવ્યા હતા, તેમજ જાહેરનામા ભંગના ૧૮૮ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં હોટેલ સંચાલકોની બેદરકારી મામલે ૬૨ કેસ કરાયા હતા અને ૧૦૧ લોકોની અત્યાર સુધી ધરપકડ કરાઇ હતી.

સુરત શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કેટલાક હોટલવાળા કે જે આઈકાર્ડ વગર રૂમ આપતા હતા. કેટલીક ઓયો હોટેલમાં રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું ન હોઇ, આ પ્રકારે ૬૨ કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. ૧૦૦ કેસ દેહ વ્યાપારના કરવામાં આવ્યા છે અને ૧૮૮ કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. જેમાં ૧૦૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ૧૯૭ મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે. જેમાં ૫૨ વિદેશી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કાર્યવાહી દરમિયાન ત્રણ કેસમાં પાસા હેઠળ કામગીરી પણ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button