
નવી દિલ્હીઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે આવતીકાલે ભારતે બ્લેકઆઉટ સાથે મોક ડ્રીલ કરવાની જાહેરાત કરશે ત્યારે ભારત તરફથી વધુ એક નવું ડેવલપમેન્ટ મળ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે હવે ઘર્ષણ ઔર વધ્યું છે ત્યારે ભારતીય હવાઈ દળ ભારત-પાકિસ્તાનની સરહદ નજીક યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ બુધવાર અને ગુરુવારે કરવામાં આવશે.
રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ સીમા પર યુદ્ધાભ્યાસ
મળતી માહિતી અનુસાર ભારતે ભારત પાકિસ્તાન વચ્ચેની દક્ષિણી ભાગ સાત અને આઠમી મેના મોટા પાયે હવાઈ અભ્યાસ કરશે અને એના માટે એરમેન નોટિસ (NOTAM) જારી કરવામાં આવ્યું છે. આ અભ્યાસ ભારતની નિયમિત કવાયતના એક ભાગ હશે, જેમાં ભારતીય હવાઈ દળ (IAF) રાજસ્થાનમાં ઈન્ટરનેશનલ સીમા પર યુદ્ધાભ્યાસ કરશે.
નિર્ધારિત સમયમાં જહાજની અવરજવર-ડ્રોનનો પ્રતિબંધ
નોટામ અનુસાર આ અભ્યાસ સાતમી મેના રાતના 9.30 વાગ્યાથી શરુ થશે, જ્યારે આઠમી મેના વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં જહાજની અવરજવર અને ડ્રોનના ઉડાવવામાં પ્રતિબંધ રહેશે. સામાન્ય રીતે નોટામ ત્યારે જારી કરવામાં આવે છે, જ્યારે કોઈ વિશેષ હવાઈ ક્ષેત્રમાં હવાઈ દળ અભ્યાસ કરે છે.
પાકિસ્તાન સાથે તણાવ વધ્યા પછી ‘નોટામ’નો નિર્ણય
આ યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય હવાઈ દળના ફાઈટર જેટ કવાયત હાથ ધરશે અને વિમાનનો અભ્યાસ કરશે. આ અભ્યાસનો સમય અને સ્થાન પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સરહદમાંથી ઘૂસણખોરીને કારણ તનાવ વધ્યો છે. પહલગામ હુમલા પછી પાકિસ્તાન સામેના વધતા તણાવ પછી ભારતે નોટિસ ટૂ એરમેનનો નિર્ણય લીધો છે.
ભારતનું આ પગલું ઈન્ડિયન ડિફેન્સ પોલિસીનો ભાગ
અહીં એ જણાવવાનું કે દેશમાં આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો સરકારે અગાઉથી નિર્દેશ આપ્યો છે, જ્યારે તેના સંદર્ભે સરકારે સંબંધિત રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે. ઈમરજન્સી પરિસ્થિતિના ઉકેલરુપે રાષ્ટ્રીય તૈયારીઓનું પરીક્ષણ કરવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતનું આ પગલું ઈન્ડિયન ડિફેન્સ પોલિસીનો એક ભાગ છે, જેના માટે એક કરતા અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને સુરક્ષાની તૈયારી કરાય છે.
આ પણ વાંચો ચાર-ચાર યુદ્ધમાં ‘લપડાક’ ખાધા પછી પણ ‘હમ હૈ પાકિસ્તાની’, નહીં સુધરેંગે!