IPL 2025

વાનખેડેની મૅચમાં ગુજરાતે પ્રથમ ફીલ્ડિંગ લીધી, રબાડાને રમાડવાની ઉતાવળ નહીં કરાય

મુંબઈઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં વાનખેડે (WANKHEDE)માં આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની મૅચ માટેનો ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. યજમાન મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો.

આઈપીએલ (IPL-2025)ની આ 56મી મૅચ છે.

ગુજરાતની ટીમમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અર્શદ ખાનનો સમાવેશ કરાયો છે. ડ્રગ્સ સંબંધિત સસ્પેન્શન પૂરું કરીને મુંબઈ પાછા આવેલા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને આ મૅચમાં રમાડવામાં આવશે એવી સોમવારે પાકી સંભાવના હતી, પરંતુ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે ` રબાડાને હજી બે પ્રૅક્ટિસ-સેશનની જરૂર છે અને ત્યાર પછી જ તેને ઇલેવનમાં સમાવવામાં આવશે.’

છેલ્લી તમામ છ મૅચ જીતનાર મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.


બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, વિલ જૅક્સ, તિલક વર્મા, નમન ધીર, કૉર્બિન બૉશ્ચ, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રીત બુમરાહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ કર્ણ શર્મા, રીસ ટૉપ્લી, રૉબિન મિન્ઝ, રાજ બાવા, અશ્વની કુમાર.

ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), સાઇ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, જેરાલ્ડ કૉએટઝી, સાઇ કિશોર, અર્શદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શેરફેન રુધરફર્ડ, વૉશિંગ્ટન સુંદર, અનુજ રાવત, મહિપાલ લૉમરોર, દાસુન શનાકા.

આ પણ વાંચો `જમાઇ’ ધોની બુધવારે છેલ્લી વાર કોલકાતામાં રમશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button