`જમાઇ’ ધોની બુધવારે છેલ્લી વાર કોલકાતામાં રમશે?
ઈડનમાં કેકેઆર સામે સીએસકેની ટક્કરઃ માહી જુનિયર ક્રિકેટ કોલકાતામાં રમ્યો હતો

કોલકાતાઃ મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)ની આ છેલ્લી આઇપીએલ (IPL) છે એવું ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે એટલે આ વખતની સીઝનમાં પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની જે સ્થળે છેલ્લી મૅચ રમાવાની હોય ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની સંબંધિત સ્થળે છેલ્લી વાર રમતો જોવા મળશે.
જોકે ખુદ ધોની તાજેતરમાં કહી ગયો છે કે આઇપીએલમાં પોતાનું ભાવિ શું રહેશે એનો નિર્ણય લેવા તેની પાસે હજી 10 મહિના પડ્યા છે. બુધવાર, સાતમી મેએ ઈડન ગાર્ડન્સમાં પાંચ વખત ટાઇટલ જીતી ચૂકેલી સીએસકેનો ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) છે અને એ જોવા કેકેઆરના ચાહકો ઉપરાંત ખાસ કરીને ધોનીના અસંખ્ય ફૅન્સ સ્ટેડિયમમાં ઊમટી પડશે.
આપણ વાંચો: તળિયાની બે ટીમ વચ્ચે ટક્કરઃ ધોનીની 400મી ટી-20 મૅચ
43 વર્ષના ધોની માટે આ મૅચ અત્યંત મહત્ત્વની છે, કારણકે તેના સાસરિયા પક્ષના સભ્યો કોલકાતામાં રહે છે એટલે તે ‘ કોલકાતાનો જમાઇ’ કહેવાય. બીજું, ધોની ટીનેજ વયે ઘણી જુનિયર ક્રિકેટ કોલકાતામાં રમ્યો હતો એટલે એ રીતે પણ પશ્ચિમ બંગાળના આ શહેર સાથે તેનું ખાસ કનેક્શન છે.
ધોનીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌપ્રથમ સેન્ચુરી ઈડન ગાર્ડન્સ (EDEN GARDENS)માં ફટકારી હતી અને છમાંથી બે ટેસ્ટ સદી પણ તેણે આ જ મેદાન પર નોંધાવી હતી. તે ટીનેજ વયે આ જ શહેરમાં ક્લબ ક્રિકેટ રમ્યો હતો. ત્યારે તે પી. સેન ટ્રોફીની ફાઇનલમાં શામબાઝાર ક્લબ વતી રમ્યો હતો.
આપણ વાંચો: ધોનીની આજે વાનખેડેમાં છેલ્લી મૅચ?: મુંબઈને ચેન્નઈ સામે જીતવાની તક કેટલી?
એક તરફ કૅપ્ટન ધોની બે અનુભવી સ્પિનર આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને કેકેઆર સામે ટીમમાં કદાચ સમાવશે. સીએસકેના 17 વર્ષના ઓપનર આયુષ મ્હાત્રે પર પણ સૌનું ધ્યાન રહેશે.
બીજી તરફ, અજિંક્ય રહાણેના સુકાનમાં કેકેઆરની ટીમ વતી ખાસ કરીને સૌથી મોંઘો ખેલાડી વેન્કટેશ ઐયર આ વખતે સારું રમશે કે કેમ એ જોવું રહ્યું. જોકે આન્દ્રે રસેલ પાછો ફૉર્મમાં આવે એ પણ (પ્લે-ઑફની રેસમાં ટકી રહેવા માટે) કેકેઆર માટે અત્યંત જરૂરી છે.