હત્યા પછી પત્નીના મૃતદેહને ગૂણીમાં ભરી સ્કૂટર પર લઈ જનારો પતિ પકડાઈ ગયો

પુણે: ગળું દબાવીને પત્નીની હત્યા કર્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા ગૂણીમાં ભરીને સ્કૂટર પર લઈ જતા પતિને પેટ્રોલિંગ પર હાજર પોલીસે પકડી પાડ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ કરનારી પુણે પોલીસે મળેલી માહિતીને આધારે 28 વર્ષના આરોપીના સ્કૂટરને સોમવારની મધરાત બાદ નાંદેડ શહેર વિસ્તારમાં આંતર્યું હતું. સ્કૂટ પરની ગૂણીમાંથી આરોપીની 26 વર્ષની પત્નીનું શબ મળી આવ્યું હતું.
આરોપી રાકેશ નિશરનો ઘરેલુ વિવાદને પગલે પત્ની બબિતા સાથે ઝઘડો થયો હતો. પુણેના ધાયરી વિસ્તારમાં રહેતા રાકેશે ઘરમાં જ ગળું દબાવી પત્નીની કથિત હત્યા કરી હતી.
અધકારીએ જણાવ્યું હતું કે સોમવારની મધરાતે 1.30 વાગ્યે પોલીસ ક્ધટ્રોલ રૂમને એક શખસે કૉલ કર્યો હતો. સ્કૂટર પર મહિલાની લાશ લઈ જવાતી હોવાની માહિતી કૉલ કરનારા શખસે આપી હતી. માહિતીને આધારે બધી પેટ્રોલિંગ ટીમને અલર્ટ કરવામાં આવી હતી. એક ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.
ઉત્તર પ્રદેશનો વતની રાકેશ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્ક-આરેમાં દીપડાઓની સંખ્યામાં થયો વધારો…