પાકિસ્તાની મહિલા સ્પોર્ટ્સ એન્કર થઈ વાઈરલ, પિતા ક્રિકેટર તો માતા છે પોલિટિશિયન…

પાકિસ્તાની મહિલા એન્કર જૈનબ અબ્બાસ હવે પાકિસ્તાન જ નહીં પણ ભારતમાં પણ ફેમસ થવા લાગી છે. ક્રિકેટ જોનારા મોટાભાગના ફેન્સ તેને ઓળખતા હશે, કારણ કે તે લીગ ક્રિકેટ સિવાય આઈસીસી ટુર્નામેન્ટમાં પણ એન્કરિંગ કરી ચૂકી છે.
જૈનબ અબ્બાસના પિતા એક ક્રિકેટર હતા. નાસિર અબ્બાસ ડોમેસ્ટિક ક્રિકેટર હતા અને તેની માતા એક પોલિટિશિયન. જૈનબના પિતા ફૈસલાબાદ અને હાફિઝાબાદ ક્રિકેટ ટીમ માટે રમતા હતા અને તેઓ એક બોલર હતા.
આપણ વાંચો: એક્ટિંગ, મોડલિંગ, અને દેશની પહેલી મહિલા સ્પોર્ટ્સ એન્કર તરીકે આગવી છાપ છોડી છે આજની બર્થડે ગર્લે…
જૈનબ અબ્બાસે પોતાનો અભ્યાસ એસ્ટોન યુનિવર્સિટી બર્મિંગહમથી કર્યો છે અને ત્યાર બાદમાં યુનિવર્સિટી ઓફ વોર્વિકથી માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. જૈનબે એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
2015 ક્રિકેટ વર્લ્ડકપથી તેણે પ્રેઝેન્ટરઅને કમેન્ટેટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2016માં તે પહેલી વખત પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ ટીમને કવર કરવા માટે ઈંગ્લેન્ડ ગઈ હતી. તે બીબીસીના શોમાં ગેસ્ટ કપીકે પણ જોવા મળી હતી. પાકિસ્તાન પાછા ફરીને તેણે દુનિયા ન્યુઝમાં ફૂલ ટાઈમ કોન્ટ્રાક્ટ મળ્યો અને તે ક્રિકેટ દિવાનગી શોમાં જોવા મળી હતી.
આપણ વાંચો: T20 World Cup: કોણ હતી એ ક્રિકેટ એન્કર જેને ઇન્ટરવ્યુ આપતા બુમરાહે ગળે લગાવી દીધી!
2016માં તે પાકિસ્તાન સુપર લીગમાં પ્રેઝેન્ટર તરીકે જોવા મળી હતી અને તે અબુ ધાબી ટી-20 લીગમાં પણ પ્રેઝેન્ટર તરીકે જોવા મળી હતી. 2017માં તે સવાલ ક્રિકેટ કા વેબ સિરીઝમાં પણ હોસ્ટ તરીકે જોવા મળી હતી.
2019માં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્પોર્ટ્સ રિપોર્ટર અને કમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળનારી જૈનબ અબ્બાસે ઈતિહાસ રચી દીધો હતો. તે આવું કરનારી પહેલાં પાકિસ્તાની મહિલા બની હતી.
નવેમ્બર, 2019માં જૈનબે હમઝા કરદાર સાથે લગ્ન કર્યા. હમઝા પાકિસ્તાનના પૂર્વ નાણા પ્રધાન અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. 2023માં તે વર્લ્ડ કપ કવર ભારત આવી હતી, પરંતુ પોતાના જૂના હિંદુ વિરોધી ટ્વીટ વાઈરલ થતાં તેને ભારતમાંથી પાછા ફરવું પડ્યું હતું.