નેશનલ

‘આ દેશમાં અનામત ટ્રેનના ડબ્બા જેવું બની ગયું છે…’ જાણો સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કેમ કરી

નવી દિલ્હી: ભારતમાં અનામતનો મુદ્દો સતત ચર્ચાનો વિષય રહે છે. પાછળના વર્ષોમાં ઘણા સમુદાયો OBC અનામતની માંગ સાથે આંદોલન કરી ચૂકયા છે. વિવિધ રાજકીય પક્ષો અનામતના નામે રાજકારણ રમતા રહે છે.

એવામાં સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મહત્વનું અવલોક (Supreme Court about OBC Reservation) કર્યું હતું. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દેશમાં અનામત ટ્રેનના ડબ્બા જેવું બની ગયું છે જેમાં એકવાર કોઈ પ્રવેશ કરે છે, તો તે બીજા કોઈને અંદર જવા દેવા માંગતો નથી.

આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું

મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં OBC અનામતના વિવાદ સંબંધિત મુદ્દા પર સુનાવણી કરતા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન, જસ્ટિસ કાંતે કહ્યું, “આ દેશમાં જાતિ આધારિત અનામત ટ્રેનના ડબ્બા જેવું બની ગયું છે જે લોકો ડબ્બામાં ચઢે છે તેઓ ઇચ્છતા નથી કે અન્ય લોકો તેમાં પ્રવેશ કરે.”

બેન્ચે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને ચાર અઠવાડિયામાં રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે જાહેરનામું બહાર પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આપણ વાંચો: શું સુપ્રીમ કોર્ટે ફક્ત અમીરો માટે જ છે? બેન્ચે ગુજરાતની કંપનીની અરજી ફગાવી

અરજદારના વકીલની દલીલ અને ન્યાયધીશનો જવાબ:

અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે રાજ્યના બંઠિયા કમિશને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં કોઈ જાતી રાજકીય રીતે પછાત છે કે નહીં તે નક્કી કર્યા વિના OBC અનામત આપી હતી.

તેમણે દલીલ કરી હતી કે રાજકીય પછાતપણું સામાજિક અને શૈક્ષણિક પછાતપણાથી અલગ છે. તેથી, OBCને આપમેળે રાજકીય રીતે પછાત ગણી શકાય નહીં.

આપણ વાંચો: ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગતવાર

વકીલની આ દલીલ પર જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી, “વાત એ છે કે આ દેશમાં અનામતનો મુદ્દો રેલ્વે જેવો થઈ ગયો છે. જે લોકો ડબ્બામાં ચઢ્યા છે તેઓ નથી ઇચ્છતા કે બીજા કોઈને પ્રવેશ મળે. આ આખો ખેલ છે. અરજદારનો પણ આ જ ખેલ છે.”

આ અંગે વકીલ શંકરનારાયણને કહ્યું, “પાછળ હજુ પણ પણ વધુ કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.” વકીલની ટિપ્પણી પર, ન્યાયાધીશ સૂર્યકાન્તે વધુમાં કહ્યું, “જ્યારે તમે સમાવેશકતાના સિદ્ધાંતનું પાલન કરો છો, ત્યારે રાજ્ય વધુ વર્ગોની ઓળખ કરવા માટે બંધાયેલું છે. સામાજિક રીતે પછાત વર્ગો, રાજકીય રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગો પણ હશે, તો તેમને લાભથી કેમ વંચિત રાખવામાં આવે?”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button