
સિંગર રાહુલ વૈદ્યએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ ક્રિકેટર વિરાટ કોહલી અને તેના ફેન્સને જોકર કહેતાં જોવા મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મામલો એકદમ ગરમાયો છે. આ આખા બબાલના મૂળમાં એક્ટ્રેસ અવનીત કૌરનો ફોટો હોવાનું કહેવાય છે, જેને વિરાટ કોહલીએ લાઈક કર્યો હતો. હાલમાં જ આવા કેટલાક વિવાદોમાં સોનુ નિગમ, અનુરાગ કશ્યપ સહિતના અનેક સ્ટાર્સનું નામ ઉછાળવામાં આવ્યું હતું.
હકીકતમાં એક્ટ્રેસ અવનીત કૌરના ફોટોને વિરાટ કોહલીએ લાઈક કર્યો હતો. જોકે, જેવા આ સમાચાર સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા કે વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરતી પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે આ એક ટેક્નિકલ ગ્લિચને કારણે થયું હતું.
હવે આ બાબતે સિંગર રાહુલ વૈદ્યએ કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે હું કહેવા માંગુ છું કે આજ પછી એવું બની શકે છે અલ્ગોરિદમ ઘણા બધા ફોટો લાઈક કરી શકે છે જે મેં લાઈક નથી કર્યા. જે પણ છોકરી હોય તે આ મુદ્દે પીઆર ના કરે, કારણ કે આ મારી ભૂલ નથી. આ ઈન્સ્ટાગ્રામની ભૂલ છે. ઈન્સ્ટાગ્રામે આ બધુ કર્યું છે. મેં નથી કર્યું.
આ પણ વાંચો બેંગ્લોર કોન્સર્ટ કોન્ટ્રોવર્સીઃ Sonu Nigamએ કરી સ્પષ્ટતા…
બીજી એક પોસ્ટમાં રાહુલે જણાવ્યું છે કે વિરાટ કોહલીના ફેન્સ, તમે બધા મને ગાળો આપી રહ્યા છો, ઠીક છે. પરંતુ તમે મારી પત્ની અને મારી બહેનને પણ ગાળો આપી રહ્યા છો, જેમનું આની સાથે કોઈ લેવા દેવા નથી. હું સાચો હતો. તમે બધા વિરાટ કોહલીના ફેન્સ જોકર છો. બે ટકાના જોકર્સ…
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ વૈદ્યને વિરાટ કોહલીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યા હતા. આ સિવાય સોનુ નિગમ પણ પહલગામ આંતકવાદી હુમલા પર ટિપ્પણી કરીને, બેંગ્લોર કોન્સર્ટને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે અને એ પહેલાં અનુરાગ કશ્યપ પણ જ્યોતિબા ફૂલે પર આવેલી ફિલ્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાઈ ચૂક્યા હતા.