ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાન માટે બચવું છે મુશ્કેલ, આ ‘બ્રહ્માસ્ત્ર’ જ પડશે ભારે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ભારત ચારેબાજુથી પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. પાકિસ્તાન પણ ભારતને વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોય તેમ સોમવારે 120 કિમી રેન્જની ફતેહ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

આ પહેલા 3 મેના રોજ 450 કિમીની રેન્જ ધરાવતી અબ્દાલી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જેનો હેતુ સૈન્યની યુદ્ધ તૈયારી અને અદ્યતન નેવિગેશન સિસ્ટમની ચકાસણી હોવાનું પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે તુર્કીનું નેવલશીપ કરાચી પોર્ટ પહોંચ્યું!

પાકિસ્તનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા ભારત પણ તૈયાર છે. ભારત પાસે બ્રહ્મોસ નામની મિસાઈલ છે. જે ન માત્ર એક શક્તિશાળી હથિયાર છે પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસા અન વ્યૂહરચાનું પ્રતીક પણ છે. તેનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી લેવામાં આવ્યું છે.

જે બંને દેશોની મિત્રતાને દર્શાવે છે. બ્રહ્મપુત્ર નદીનો સંબંધ હિન્દુ ધર્મના સૃષ્ટિકર્તા ભગવાન બ્રહ્મા સાથે છે અને બ્રહ્મોસ મિસાઈલને ભારતીય મહાકાવ્યોમાં વર્ણિત બ્રહ્માસ્ત્ર સાથે જોડવામાં આવે છે. જે એક અચૂક અને શક્તિશાળી હથિયાર હતું. આ મિસાઈલ યુદ્ધ હથિયાર નહીં પરંતુ નિયંત્રિત તાકાત અને નૈતિક સંયમનું પ્રતીક છે.

આપણ વાંચો: આ છે દુનિયાના સૌથી ગરીબ દેશ, ભારત અને પાકિસ્તાનની શું છે સ્થિતિ?

આ મિસાઈલ તેની સુપરસોનિક સ્પીડ અને સચોટતા માટે જાણીતી છે. સામાન્ય ક્રૂઝ મિસાઈલ કરતાં ત્રણ ગણી ઝડપી છે, જેનાથી દુશ્મનોને જવાબ દેવાનો સમય મળતો નથી. તેની સચોટતા એટલી જોરદાર છે કે માત્ર થોડા મીટરના અંતરથી પણ ટાર્ગેટ કરી શકે છે. તાજેતરમાં બ્રહ્મોસ પ્રોગ્રામમાં અનેક મોટા બદલાવ કરવામાં આવ્યા છે.

બ્રહ્મસોસ-II એક હાઈપરસોનિક વર્ઝન છે, જેની સ્પીડ મેક 6 થી 7 સુધી હશે. મિસાઈલની રેંજ 290 કિમીથી વધારીને 450-800 કિમી સુધી કરવામાં આવી છે. તાજેતરમાં 12 થી 15 એપ્રિલ, 2025 સુધી બંગાળની ખાડીમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 800 કિમીની રેંજ મળી હતી. આગામી ટેસ્ટ નવેમ્બર 2025માં થશે, જેમાં સ્ટીલ્થ અને સચોટતા પર ભાર મુકવામાં આવશે.

ભારતની તાકાતનું પ્રતીક

બ્રહ્મોસ ન માત્ર એક મિસાઈલ છે પરંતુ ભારતની ટેકનિકલ પ્રગતિ અને વૈશ્વિક ભાગીદારીનું પ્રતીક છે. આ મિસાઈલ ભારતની સાંસ્કૃતિક ઓળખ અન વ્યૂહરચનાના ઈરાદાથી વિશ્વ સમક્ષ રજૂ કરે છે. આગામી સમયમાં તેના નવા વર્ઝનથી ભારતની ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button