આપણું ગુજરાતટોપ ન્યૂઝ

1971 બાદ દેશમાં ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે મોક ડ્રિલ, જાણો સાયરન વાગે ત્યારે શું કરશો…

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે બુધવારે દેશના સાત રાજ્યોમાં મોક ડ્રિલ યોજવામાં આવશે. મોક ડ્રિલ દરમિયાન મોબાઈલમાં, જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે વગેરે માં ગમે ત્યારે સાયરન વાગશે. જે રાષ્ટ્રની જનતાને યુદ્ધ માટે સજ્જ થવાની તૈયારી માટેનું સિગ્નલ છે. દેશમાં છેલ્લે 1971ના વર્ષમાં સાયરન વાગી હતી, જે બાદ આવતીકાલે વાગશે. 54 વર્ષ બાદ દેશમાં સાયરન વાગશે.

રાજ્યના 15 જિલ્લાઓમાં આવતીકાલે થશે મોક ડ્રિલ
ગુજરાતમાં વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગરમાં મોક ડ્રિલ થશે. દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગરમાં મોકડ્રીલ થશે. ભાવનગર, મહેસાણા, નર્મદા, નવસારીમાં, ડાંગમાં પણ મોક ડ્રિલ યોજાશે. ગુજરાતમાં IPS મનોજ અગ્રવાલને મોક ડ્રિલના ઈન્ચાર્જ બનાવાયા છે.

સિવિલ મોક ડ્રિલમાં કોણ કોણ ભાગ લે છે?
જિલ્લા મેજિસ્ટ્રેટ
સ્થાનિક વહીવટ
સિવિલ ડિફેન્સ વોર્ડન
પોલીસમેન
હોમગાર્ડ્સ
કોલેજ-સ્કૂલનો વિદ્યાર્થી
રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ
રાષ્ટ્રીય સેવા યોજના
નેહરુ યુવા કેન્દ્ર સંગઠન

સાયરન કેમ વાગે છે?
આપત્તિ જેવી કટોકટીની સ્થિતિ
તેનો અવાજ 2-5 કિમી સુધી સાંભળી શકાય છે
120-140 ડેસિબલનો અવાજ કરે છે
અવાજ ધીમે ધીમે મોટો થાય છે અને પછી ઓછો થાય છે

જો સાયરન વાગે તો શું કરવું?
તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું
5 થી 10 મિનિટમાં સલામત સ્થળે પહોંચો
સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં
ખુલ્લા વિસ્તારોથી દૂર રહો
ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ
ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો
અફવાઓથી દૂર રહો, વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો

સાયરન ક્યાં લગાવવામાં આવે છે?
સરકારી મકાન
વહીવટી મકાન
પોલીસ મુખ્યાલય
ફાયર સ્ટેશન
લશ્કરી થાણાઓ
શહેરના મોટા બજારો

આપણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે મોક-ડ્રિલનો લીધો નિર્ણય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button