અચાનક કેમ હરિદ્વાર ઋષિકેષ પહોંચ્યો અંબાણી પરિવાર?

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવાર હંમેશા લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારનું મહિલા મંડળની તો ખૂબ ચર્ચા થતી હોય છે. હાલમાં જ અંબાણી પરિવારે લાડકા પાળેલા શ્વાન હેપ્પીનું નિધન થયું હતું અને તેના નિધનથી આખો પરિવાર ઉદાસ થઈ ગયા છે. હેપ્પી પરિવારના નાનાથી લઈને મોટા સૌનો ફેવરેટ હતો. દરેક વ્યક્તિ સાથે હેપ્પીનો ખાસ બોન્ડ હતો. આવા અંબાણી પરિવારે હેપ્પીના નિધન બાદ તેના માટે ખાસ પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજામાં પરિવારના મોટાભાગના લોકો હાજર રહ્યા હતા અને એના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

હેપ્પીના નિધન બાદ આકાશ અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પૂજા કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. આ સમયે પૃથ્વી અને વેદા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. હેપ્પી માટે ઋષિકેષ ખાતે ગંગા કિનારે આ પૂજા રાખવામાં આવી હતી. ભજન અને સંધ્યા આરતીમાં રાધિકા અને શ્લોકા એકદમ ખોવાયેલા જોવા મળ્યા હતા.
આકાશ અંબાણી અને અનંત અંબાણીએ આ સમયે કૂર્તો-પાયજામો પહેર્યો હતો. શ્લોકા મહેતાએ ઓરેન્જ યેલો સૂટ કેરી સ્ટાઈલ કર્યો હતો તો રાધિકા મર્ચન્ટ હળા લાઈટ રંગના સૂટમાં જોવા મળી હતી. શ્લોકા આ સમયે પૃથ્વી અને વેદાને સંભાળતી જોવા મળી હતી. આ ખાસ પૂજામાં નીતા અંબાણી, મુકેશ અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ નહોતા જોડાઈ શક્યા.
આ પણ વાંચો: અંબાણી પરિવારના આ ખાસ સદસ્યએ છોડ્યો પરિવારનો સાથ, પરિવારે લખી ઈમોશનલ નોટ…
આ પહેલાં પણ અંબાણી પરિવારે હેપ્પીની અંતિમ વિદાય માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યાં હેપ્પીના ફોટો પર ફૂલ લગાવવામાં આવ્યા હતા અને એના માટે ખાસ મેસેજ પણ લખવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હેપ્પી અંબાણી પરિવારનો ખાસ સદસ્ય રહી ચૂક્યો છે. હેપ્પીએ ફેમિલીને અનેક મેમોરેબલ અને મોમેન્ટ્સ આપ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ અને લગ્નમાં હેપ્પીએ પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવ્યા હતા.