સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં બાળકો માટે ધાર્મિક સફરઃ દેરાસરમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું અનોખું આયોજન

સુરેન્દ્રનગર: જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા બાળકોમાં ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાનું સિંચન કરવા માટે વેકેશનમાં એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત, દર રવિવારે શહેરના વિવિધ જિનાલયોમાં બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પક્ષાલ પૂજા કરવામાં આવશે અને ઉપાશ્રયમાં વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે, જે બાળકોને ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યોથી પરિચિત કરાવશે.

જીવદયા અને સમાજ સેવાના કાર્યો
સંસ્થા દ્વારા અગાઉ પણ જીવદયા અને સમાજ સેવાના કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં પક્ષીઓ માટે પાણીની પરબ અને ચણનું વિતરણ મુખ્ય છે. હવે, આ ધાર્મિક પહેલ થકી, તારીખ ૨૦ એપ્રિલથી 25 મે 2025 સુધી દર રવિવારે સવારે બાળકો દેરાસરમાં એકત્ર થઈને પક્ષાલ પૂજા કરશે. આ પૂજામાં ભાગ લેનારા તમામ બાળકોને દાતાશ્રીઓના સહયોગથી આકર્ષક ભેટો આપવામાં આવશે, જે તેમના ઉત્સાહને પ્રોત્સાહન આપશે.

ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવવાનો નથી
આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખે જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવવાનો નથી, પરંતુ બાળકોના હૃદયમાં સંસ્કાર, શિષ્ટાચાર અને ધર્મ પ્રત્યેની ઊંડી શ્રદ્ધાનું બીજ રોપવાનો છે. અમને વિશ્વાસ છે કે બાળકોના આ પવિત્ર પ્રયાસો તેમના દૈનિક જીવનમાં ધર્મનો પ્રકાશ ફેલાવશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની કાર્યકારી ટીમ સતત મહેનત કરી રહી છે. આ પહેલ બાળકોના વેકેશનને માત્ર મનોરંજનથી ભરેલું નહીં બનાવે, પરંતુ તેને મૂલ્યવાન અને સંસ્કારયુક્ત પણ બનાવશે.

આ પણ વાંચો અમદાવાદના મકરબામાં નવા રોડમાં પડ્યું મોટું ‘ગાબડું’: રિક્ષા ઊંધી વળી, વિકાસે ભારે કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button