ટોપ ન્યૂઝનેશનલ

હુમલાનો બદલોઃ આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ભારતને રશિયાનું સમર્થન, PM Modi સાથે થઈ વા

નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા કરવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ ભારતને સમર્થન જાહેર કર્યું છે. પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી, તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તેમણે હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોલ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો હતો કે હુમલા પાછળ જવાબદાર લોકો અને તેમના સમર્થકોને સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.

તેમણે જણાવ્યું “પહલગામ હુમલાની ચર્ચા ઉપરાંત, બંને નેતાઓએ ખાસ ભારત-રશિયા સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ રશિયાના વિજય દિવસની 80મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છા પાઠવી અને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટમાં હાજરી આપવા માટે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.”

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ભારતને રશિયાનું સમર્થન મળવુંએ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે રશિયા વર્ષોથી ભારત માટે હથિયારોનું મોટું સપ્લાયર રહ્યું છે.

રવિવારે રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. રશિયન વિદેશ પ્રધાને બંને દેશોને સંયમ રાખવા અને વણસી રહેલી પરિસ્થિતિને રોકવા અપીલ કરી હતી.

આ પણ વાંચો 12 દિવસથી ભારતીય જવાન પાકિસ્તાનની કેદમાં, ફ્લેગ મીટિંગ પછી પણ પરિણામ મળ્યું નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button