મનોરંજન

અજ્ય દેવગની ફિલ્મે વિક એન્ડમાં રંગ જમાવ્યોઃ સંજય અને સૂર્યાની ફિલ્મે કરી આટલી કમાણી

અજય દેવગનની રેડ-2 (Raid 2) પહેલી મેના રોજ થિયેટરોમાં રિલિઝ થઈ હતી અને પહેલા જ દિવસે ફિલ્મે રૂ. 19.25 કરોડનું કલેક્શન બોક્સ ઓફિસ પર કર્યું હતું. અજયની ફિલ્મ વિશે મિક્સ રિવ્યુ આવ્યા હતા, પણ વિક એન્ડમાં ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. તેની સાથે રિલિઝ થયેલી ફિલ્મો કરતા રેડ ટુને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

ચોથી મેના રોજ 22.33 કરોડનું કલેક્શન ફિલ્મે કર્યું છે. ચાર દિવસ બાદ ફિલ્મે દેશમાં રૂ. 71. 58 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ રાજકુમાર ગુપ્તાની ફ્રેન્ચાઈઝી મુવી રેડની બીજી સિરિઝ છે. ઈન્કમટેક્સ અધિકારી તરીકે અજય દેવગન અને વિલન તરીકે રીતેષ દેશમુખનું કામ વખણાઈ રહ્યું છે.

આપણ વાંચો: અજયની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ, સંજય દત્તને ભારે ફટકો…

બીજી બાજુ સંજય દત્તની ફિલ્મ ધ ભુતનીને બોક્સ ઓફિસ પર ધોબીપછાડનો સામનો કરવો પડયો છે. ફિલ્મે વિક એન્ડમાં માત્ર ત્રણ કરોડનો બિઝનેસ કર્યો છે. સંજય દત્ત અને મૌની રોયની ફિલ્મને દર્શકોએ નકારી છે. જ્યારે સૂર્યા અને પૂજા હેગડેની ફિલ્મ રેટ્રોએ રૂ. 43 કરોડનું કલેક્શન બોક્સ ઓફિસ પર કર્યુ છે.

આ ત્રણેય ફિલ્મોમાં હાલમાં રેડ 2 સારો દેખાવ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button