નેશનલ

12 દિવસથી ભારતીય જવાન પાકિસ્તાનની કેદમાં, ફ્લેગ મીટિંગ પછી પણ પરિણામ મળ્યું નથી

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર તણાવ સતત વધી રહ્યો છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. બીજી તરફ હાલમાં જ પાકિસ્તાન રેન્જર્સે બંધક બનાવેલા BSF જવાનને છોડાવવાના પ્રયત્નો (BSF Jawan in Pakistan Custody) થઇ રહ્યા છે. આ માટે બંને દેશની સેના વચ્ચે વાત થઇ રહી છે.

23 એપ્રિલના રોજ પંજાબના ફિરોઝપુરથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભૂલથી પાકિસ્તામાં ઘૂસી ગયેલા BSF જવાન પીકે સાહુને પાકિસ્તાન રેન્જર્સે કસ્ટડીમાં લીધો હતો. 12 દિવસ પણ પાકિસ્તાની રેન્જર્સે BSF જવાનને છોડ્યો નથી. જવાનની સલામત મુક્તિ માટે BSF સતત પ્રયાસો કરી રહી છે. BSF આંતરરાષ્ટ્રીય સરહદ પર દિવસમાં બે થી ત્રણ વખત સીટી વગાડીને અથવા ધ્વજ બતાવીને પાકિસ્તાન રેન્જર્સને સંકેતો મોકલે છે.

આ પણ વાંચો સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા મુદ્દે સુનાવણી હવે 15 મેના રોજ હાથ ધરાશે…

જવાનને છોડાવવાના પ્રયત્નો:
સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાનની મુક્તિ મામલે BSF અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ પણ થઈ છે, તેનું કોઈ નોંધપાત્ર પરિણામ આવ્યું નથી. રેન્જર્સના ટોચના અધિકારીઓ તરફથી લીલી ઝંડી મળતાં જ જવાનને મુક્ત કરવામાં આવશે.

અહેવાલ મુજબ, BSF જવાનની માટે રાજદ્વારી ચેનલોની મદદ લેવાની પણ ચર્ચા થઈ રહી છે. BSFના ભૂતપૂર્વ અધિકારીઓના જણાવ્યા મુજબ ભૂલથી બીજા દેશની સરહદમાં પ્રવેશ કરવો એ કોઈ મોટો ગુનો નથી. બંને પક્ષોએ અગાઉ પણ આવી પરિસ્થિતિનો ઉકેલ લાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button