મનોરંજન

તમે તો સાવ ડરપોક છો… અમિતાભ બચ્ચનને આવું કોણે કહ્યું? તમે જ જોઈ લો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય એકદમ એક્ટિવ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ એકદમ તગડી છે. પરંતુ છેલ્લાં 12-13 દિવસથી બિગ બી એવું વર્તન કરી રહ્યા છે કે તેમના ફેન્સ જ તેમનાથી નારાજ થઈ રહ્યા છે અને તેમને નહીં કહેવાની વાતો કહી રહ્યા છે. આવો જોઈએ આખરે બિગ બીએ એવું તે શું કર્યું કે તેમને પસંદ કરનારા ફેન્સ જ તેમને ભાંડી રહ્યા છે…

અમિતાભ બચ્ચન પોતાની રીલ લાઈફ અને રિયલ લાઈફ બંનેમાં ખૂબ જ એક્ટિવ રહે છે અને બિગ બીના ટ્વીટ્સ ખૂબ જ વાઈરલ થઈ જતાં હોય છે. બિગ બીએ જ્યારથી ટ્વીટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે એક પરંપરા જાળવી રાખી છે અને એ એટલે તેઓ પોતાની ટ્વીટની શરૂઆત T અને નંબર લખીને કરે છે.

આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…

પરંતુ 22મી એપ્રિલના જ્યારથી પહલગામ આંતકવાદી હુમલો થયો છે ત્યારથી બિગ બી માત્ર ટી અને નંબર લખીને બ્લેન્ક પોસ્ટ કરી રહ્યા છે. ફેન્સને બિગ બીનું આ વર્તન ખાસ કંઈ પસંદ નથી આવી રહ્યું અને તેઓ બિગ બીને ખરીખોટી સંભળાવી રહ્યા છે.

કેટલાક ફેન્સને એવું લાગી રહ્યું છે કે બિગ બીનું આવું વર્તન કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા સાથે કનેક્ટેડ છે. કેટલાક લોકો બિગ બીના આ મૌનને તેમની દુઃખ વ્યક્ત કરવાની શૈલી કે વિરોધ કરવાની શૈલી માની રહ્યા છે. ફેન્સ બિગ બીની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં તેમને સવાલો કરીને કંઈક કહેવાનો આગ્રહ કરી રહ્યા છે.

આપણ વાંચો: Viral Video: રેખા અને શાહરુખ ખાનને સાથે ડાન્સ કરતાં જોઈને અમિતાભ બચ્ચને આપ્યું આવું રિએક્શન…

હાલમાં જ એક યુઝરે બિગ બીના આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કંઈ કહેવા જેવું નથી બચ્યું કે સર? બીજા એક યુઝરે લખ્યું છે કે સર થયું છે શું? કઈ મૂવીને પ્રમોટ કરી રહ્યા છો? દુનિયા તમારા ટ્વીટના નંબરને યાદ નહીં રાખે.

ત્રીજા યુઝરે તો હદ કરી નાખી અને બિગ બીના આ વર્તન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું હતું કે સર તમે ડરપોક છો, કાયર છો. પહલગામ હુમલા પર કંઈ કહી નથી શકતા. તમારી વાત તો સરકાર પણ સાંભળી લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક ટ્વીટમાં બિગ બીએ સ્વીકાર્યું હતું કે તેમના તમામ પ્રયાસો છતાં પણ એક્સ એકાઉન્ટ પર તેમના ફોલોવર્સની સંખ્યા 49 મિલિયનથી ઉપર નથી જઈ રહી અને ફેન્સે તેમને આ માટેના ઉપાયો પણ સૂચવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button