બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયોના શંકાસ્પદ મોત, તપાસ હાથ ધરાઇ…

વાવ : બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગૌશાળામાં 20 જેટલી ગાયના અચાનક મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે ખેડૂતોનું અનુમાન કહેવું છે કે ગાયોએ જંગલમાં એરંડા ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થતાં ગાયોના મોત થયા હોઈ શકે છે. હાલ વહીવટી તંત્ર પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ પશુના મોત અંગે તપાસ કરી રહ્યા છે.
પશુપાલન અધિકારીઓએ નમૂના ફોરેન્સિક લેબમાં મોકલ્યા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ બનાસકાંઠા જીલ્લાના વાવમાં ગૌશાળાની 20 ગાયો જંગલમાં ચરવા ગઈ હતી. આ દરમિયાન એરંડો ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હતું. બાદમાં તેમને તાત્કાલિક સારવાર ન મળતાં ગાયોના મોત નિપજ્યાં હતા. જ્યારે 15 ગાયને સારવાર આપવામાં આવી રહી છે. પશુપાલન અધિકારીઓએ નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.
એરંડા છે તેના નમૂના પણ લેવામાં આવ્યા
સમગ્ર ઘટનાને પગલે અન્ય ગાયો છે તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે અને તેમની તબિયત પણ સુધારા પર છે. બીજીતરફ ખેડૂતો ખાસ કરીને ગરમીના સમયમાં પશુને શું ખોરાક આપવો તેને લઈ પણ ધ્યાન રાખવું જોઈએ કેમકે ગરમીના સમયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના વધુ બનતી હોય છે, સમગ્ર ઘટનામાં હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને જે એરંડા છે તેના નમૂના પણ લેવામાં આવ્યા છે.
આપણ વાંચો : “વ્હાલા તારી વાંસળી” એક લાખ અશક્ત-બીમાર ગાયો વાંસળીના સૂરથી બની સ્વસ્થ!