ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી આપતા જણાવ્યું હતું કે રેપ ભલે એક જ શખ્શે કર્યો હોય પરંતુ ત્યાં હાજર દરેકની એકસરખી જવાબદારી બને છે અને બધા જ દોષિત છે. ગેંગરેપના મામલામાં બધાને દોષી ઠેરવવા માટે તમામ દ્વારા રેપ થયો હોવાના પુરાવા આપવાની જરૂર નથી.

એક આરોપીએ કરેલી અરજીને નકારતા કોર્ટે કહ્યું હતું કે પીડિતા દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરમાં અન્ય આરોપીઓ સાથે તેનું નામ લેવામાં આવ્યું ન હતું. આરોપીએ દાવો કર્યો હતો કે અપરાધમાં તેની ભૂમિકા મુખ્ય આરોપીને મદદ કરવા પૂરતી હતી. તે રેપમાં સામેલ ન હતો.

કોર્ટે આ મામલે કહ્યું કે

કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે આરોપીની અરજી ફગાવી દીધી, અને કહ્યું કે કલમ 376(2)(g) હેઠળ ગેંગ રેપ કેસમાં, એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ગુનો ગેંગના તમામ સભ્યોને સજા આપવા માટે પૂરતો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 376(2)(g) હેઠળ એ જ સૂચવવામાં આવે છે કે બધાનો હેતુ એક જ છે.

સુપ્રીમ કોર્ટે આરોપીની અરજી ફગાવતી વખતે અગાઉના ચુકાદાઓનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. કોર્ટે કહ્યું કે IPCની કલમ 376(2)(g) હેઠળ ફરિયાદ પક્ષે એક કરતાં વધુ આરોપીઓએ એકસાથે ગુનો કર્યો છે તે દર્શાવવા માટે પુરાવા રજૂ કરવા પડશે. આવા કિસ્સામાં, જો બળાત્કાર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો પણ, બધા આરોપીઓ આ ગુનાના દોષિત ગણાશે. આરોપી દ્વારા કરવામાં આવેલા બળાત્કારના સમગ્ર ગુનાના પુરાવા ફરિયાદ પક્ષ માટે રજૂ કરવા જરૂરી નથી.

આ પણ વાંચો….સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી, ડોકટરોએ બ્રાન્ડેડને બદલે ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button