મોરબીની પેપરમિલમાં ભયાનક આગઃ કરોડોનું નુકસાન

મોરબીઃ ગુજરાતમાં રોજ ભયાનક આગની ઘટનાઓ બની રહી છે. આગઝરતી ગરમી વચ્ચે શોક સર્કિટના ઘમા બનાવો બની રહ્યા છે. આવો જ બનાવ મોરબીમાં બન્યો છે જ્યાં એક પેપર ફેક્ટરીમાં ભયંકર આગી લાગી છે.
મોરબીના માળિયા હળવદ રોડ પર અણિયારી ટોલનાકા પાસે પેપર મિલમાં આગ લાગી છે. જેના ગોડાઉનમાં રહેલા વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. આગ એટલી ભયાનક છે કે, મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે કાગળ અને કેમિકલ્સનો આવડો મોટો જથ્થો પડ્યો હોય ત્યારે આગને પ્રસરતા વાર ન લાગતી નથી.
પેપરની મિલમાં લાગી ભયાનક આગ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામના સીમ વિસ્તારમાં અણીયારી ટોલનાકા પાસે આવેલા લેમિટ પેપર મિલનો વેસ્ટ પેપર રાખવા માટેના કાસ્વા ટાઇલ્સનો શેડ ગોડાઉન તરીકે ભાડે રાખ્યો હતો. જેમાં આગ લાગી અને જોત જોતામાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે. આગના બનાવમાં મેજર કોલ જાહેર કરાયો હતો. આગ બુઝાવવા માટે મોરબી, ધ્રાંગધ્રા અને હળવદથી ફાયરના વાહનો દોડાવાયા હતાં. આ ઉપરાંત રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવાઈ હતી.
આગની ઝપટમાં ૨૦,૦૦૦ ટન જેટલો વેસ્ટ પેપરનો જથ્થો આવીને ભસ્મીભૂત થઈ ગયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરબીમાં જિલ્લા સ્તરે અને શહેરમાં પણ આગ ઓલવવાની જે સુવિધા હોવી જોઈએ તે નથી, તેમ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો…કાનપુરમાં ભયાનક આગઃ એક જ પરિવારના પાંચ હોમાયા