મનોરંજન

યાદગાર પલઃ એક લેટર પરથી તૈયાર કરવામાં આવ્યું હતું ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ’ ગીત…

મુંબઈઃ નૂતનનું નામ પડે એટલે એક કરતા અનેક હિન્દી ફિલ્મોની યાદી તરવરી ઉઠે. હિન્દી ફિલ્મી યુગમાં ‘સરસ્વતીચંદ્ર’, ખાનદાન હોય કે પછી ‘બંદિની’ કે નૂતનની અન્ય ફિલ્મોએ સામાજિક રીતે લોકોમાં ઊંડી છાપ છોડી હતી. નૂતનની ફિલ્મોની યાદી લાંબી છે. એવું જ કંઈક તેના પર ફિલ્માંકન કરવામાં આવેલા ગીતો પણ. આજે પણ આ બધા ગીતો લોકજીભે ચોક્કસ સાંભળવા મળશે. નૂતન પર ફિલ્માવવામાં આવેલા એક ગીતની વાત કરીએ. સરસ્વતીચંદ્ર ફિલ્મનું ગીત ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં ગીત સાંભળ્યા પછી જૂની યાદો તાજી થઈ જાય છે, પરંતુ એ ગીત માટે બંદિનીને લોકોએ યાદ રાખી છે.

હિન્દી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ની મુખ્ય અભિનેત્રીની વાત. ફિલ્મમાં નૂતન સમર્થ, મનીષ, વિજયા ચૌધરી, રમેશ દેવ અને બીએમ વ્યાસ વગેરે કલાકારો હતા. ફિલ્મના ડાયરેક્ટર ગોવિંદ સરૈય્યા, સંગીતકાર કલ્યાણજી-આણંદજી અને ફિલ્મની મૂળ વાર્તા ગુજરાતી સાહિત્યકારની નવલકથા સરસ્વતીચંદ્ર આધારિત હતી. આ ફિલ્મના ગીતો તો તમામ લોકપ્રિય હતા, જેમ કે ચંદન સા બદન, મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ, હમને અપના સબકુછ ખોયા, ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મૈં વગેરે સૌના માટે મુખ્ય આકર્ષણ હતા. ફૂલ તુમ્હે ભેજા હૈ ખત ગીતને મૂકેશ અને લત્તાજીએ ગાયું હતું. ઈન્દિવરે ગીત લખ્યું હતું, જ્યારે મ્યુઝિક કલ્યાણજી આણંદજીનું હતું. આ ફિલ્મનું મ્યુઝિક એટલું ક્લાસિક હતું કે તેના માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

ઈન્દિવરજીએ ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં ગીત લખ્યું હતું અને એની સાથે ફિલ્મમાં છોડ દે સારી દુનિયા ગીત પણ લખ્યું હતું. ફૂલ તુમ્હે ભેજા હૈ ખત લખવાનો વિચાર ફક્ત એક પત્રમાંથી આવ્યો હતો. આણંદજીને તેમના ચાહકોના બહુ પત્રો આવ્યા હતા, જેમાંથી પત્રમાં લિપસ્ટિકના નિશાન હતા. આણંદજીએ લેટર કલ્યાણજીને આપ્યો અને કહ્યું શું શાનદાર પત્ર મળ્યો છે. તેમની નજીક બેઠેલા ઈન્દિવરે જોયું અને કહ્યું તો એનાથી તો ગીત બની શકે છે ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મૈં ફૂલ નહીં મેરા દિલ હૈ. અને આખરે આખું ગીત લખાઈ ગયું હતું. ગીત સાંભળ્યા પછી એને તમે ક્યારેય ભૂલી શકશો નહીં. ગણગણી લો ગીતની રચના.

ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ
પ્રિયતમ મેરે મુઝ કો લિખના, ક્યા યે તુમ્હારે કાબિલ હૈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button