વાઈરલ વીડિયોઃ કોલકાતા સામે રિયાન પરાગનું રૌદ્ર સ્વરુપ, જોઈ લો કારને છોડી નહીં….

કોલકત્તાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમને જીતવા માટે 207 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ તે 8 વિકેટ ગુમાવીને માત્ર 205 રન જ કરી શકી હતી. રાજસ્થાનની હાર સાથે પ્લે ઓફની રેસમાંથી તો બહાર છે, પરંતુ કેપ્ટન તરીકેની ઈનિંગ રિયાન પરાગની પાવરફુલ રહી હતી.
પાવરફૂલ ઈનિંગ રમ્યો રિયાન પરાગ પણ પાણીમાં
રાજસ્થાનની હાર માટે અનેક કારણ જવાબદાર હતા, પરંતુ જીતવા માટે એકલો કેપ્ટન છેલ્લા પડાવ સુધી ઝઝૂમ્યો હતો. છ બોલ (સળંગ ઓવરમાં નહીં)માં છ સિક્સર મારીને કોલકાતાના ખેલાડીઓને ધોળે દિવસે તારા બતાવી નાખ્યા હતા. રાજસ્થાને 71 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી, જેમાં ત્રણ બેટર ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ કેપ્ટન રિયાન પરાગ પાવરફુલ ઈનિંગ રમવાના મૂડમાં હતા.
રિયાન પરાગે કોલકાતાના સ્પિનર મોઈન અલીને બરાબર ઝૂડવાનું કામ કર્યું હતું. કોલકાતાની 13મી ઓવરમાં રિયાન પરાગે કમાલની આક્રમકતા બતાવી હતી. પહેલા બોલમાં શિમરન હેટમાયરે એક રની લીધા પછી સ્ટ્રાઈકમાં પરાગે પાંચ બોલમાં પાંચ સિક્સર મારીને પોતાના ફિફ્ટી પૂરા કર્યા હતા એની સાથે એની એક સિક્સરમાં તો સ્ટેડિયમમાં રાખેલી ટાટા કર્વ કાર પર બોલ પડ્યો હતો. એના પછી બીજી ઓવર વરુણ ચક્રવર્તીએ લીધી ત્યારે બીજા બોલમાં રિયાને સિક્સ મારી હતી, પરંતુ એના પછીની અઢારમી ઓવરમાં હર્ષિત રાણાએ રિયાન પરાગની વિકેટ ઝડપીને પેવેલિયન ભેગો કર્યો હતો. કેપ્ટને આઠ સિક્સર, છ ચોગ્ગા સાથે 45 બોલમાં 95 રન આઉટ કરીને રાજસ્થાન જીતની બાજી હાર્યું હતું.
આ પણ વાંચો: KKR VS RR: રાજસ્થાન સામે રોમાંચક મેચમાં કોલકાતા એક રનથી જીત્યું, રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ પાણીમાં
આમ લક્ષ્યનો પીછો કરતી વખતે રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી અને ટીમે 71 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રિયાન પરાગે શિમરોન હેટમાયર સાથે છઠ્ઠી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીમાંથી બચાવી હતી, જેમાં રિયાન પરાગે તો છેક સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ તેની વિકેટ હર્ષિત રાણાએ ખેરવીને કોલકાતાની હારની બાજી જીતમાં પરિણમી હતી.
આ રીતે કોલકત્તાએ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે. કોલકત્તાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને આન્દ્રે રસેલની તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 206 રન કર્યા હતા, પરંતુ રાજસ્થાનને આઠ વિકેટે 205 રન સુધી મર્યાદિત રાખતા એક રનથી જીત્યું હતું.