આમચી મુંબઈટોપ ન્યૂઝ

બુલેટ ટ્રેનના મુંબઈના સૌથી પહેલા સ્ટેશનનું કામકાજ કેટલું થયું?

મુંબઈ: મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને રેલવે સહિત વડા પ્રધાન કાર્યાલય તરફથી ઝડપી પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેનના મહારાષ્ટ્ર-મુંબઈના સૌથી પહેલા સ્ટેશન માટે મહત્ત્વની અપડેટ રેલવે પ્રશાન તરફથી કરવામાં આવી હતી, જેમાં 76 ટકા કામ પાર પાડવામાં આવ્યું છે.

The first trial of the bullet train will be conducted between Surat and Bilimora

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં પહેલીવાર સત્તા સંભાળી ત્યારથી જ અનેક માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. પરંતુ પીએમનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન. ભારતમાં રેલવે પ્રવાસનું ચિત્ર સમૂળગું બદલી નાખે તેવા આ પ્રોજેક્ટના પૂર્ણ થવાની સહુ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મુંબઈથી અમદાવાદને જોડતી પહેલી બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સતત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમક્ષી કરે છે, જેમાં સ્ટેશનનું નિરીક્ષણ કરીને મહત્ત્વની અપડેટે તાજેતરમાં આપી હતી. ચાલો તમને જણાવીએ કે બુલેટ ટ્રેનના કાર્યમાં કેટલી પ્રગતિ થઇ છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ‘આ’ રહી નવી ડેડલાઈન, જાણો ક્યારે પ્રોજેક્ટ થશે પૂર્ણં?

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સ્થિત મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે, જે ટનલનું કામ ગયા વર્ષે શરૂ થયું હતું. આ પ્લેટફોર્મ જમીનથી લગભગ 26 મીટર નીચે બની રહ્યું છે. તેમાં પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર સહિત ત્રણ માળ હશે.

બુલેટ ટ્રેનનું સ્ટેશન હશે 32 મીટર ઊંડું અને 415 મીટર લાંબા પ્લેટફોર્મ

બીકેસીમાં બુલેટ ટ્રેનના સ્ટેશન માટે જમીન નીચે 32 મીટર ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જે 10 માળની ઇમારત જેટલું છે. તેના દ્વારા એક તરફ મેટ્રો લાઇન 2B ના નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચાશે તો બીજી બાજુ MTNL બિલ્ડિંગ તરફ. આ સ્ટેશનમાં 6 પ્લેટફોર્મ હશે, દરેક 415 મીટર લાંબા હશે, અને તે મેટ્રો અને રોડ દ્વારા જોડાયેલા હશે, જેમાં બે પ્રવેશ/બહાર નીકળવાના બિંદુઓ હશે. સ્ટેશનનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે મુસાફરોની અવરજવર અને સુવિધાઓ માટે પૂરતી જગ્યા હોય. તેમાં કુદરતી પ્રકાશ આવતો રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સ્ટેશનના કામકાજની ગતિ પણ જાણી લો

  • સ્ટેશનના નિર્માણ કાર્યમાં કુલ 18.72 લાખ ઘન મીટરમાંથી લગભગ 76 ટકા એટલે કે 14.2 લાખ ઘન મીટર ખોદકામ પૂર્ણ થયું છે.
  • સ્ટેશનની સાઇટ પર ત્રણ 120 ચોરસ મીટર/કલાક ક્ષમતાવાળા બેચિંગ પ્લાન્ટ છે, જે કોંક્રિટનું તાપમાન નિયંત્રિત રાખે છે.
  • સાઇટ પર એક આધુનિક કોંક્રિટ લેબ છે, જ્યાં તમામ જરૂરી પરીક્ષણો કરવામાં આવે છે અને સમયાંતરે નમૂનાઓ પ્રતિષ્ઠિત પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે.
  • બુલેટ ટ્રેન સ્ટેશનના બેઝ સ્લેબમાં M-60 કોંક્રિટ અને કોલમમાં M-80 કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવશે. બેઝ સ્લેબ માટે જરૂરી 2 લાખ ક્યુબિક મીટર કોંક્રિટમાંથી અત્યાર સુધીમાં 27,000 ક્યુબિક મીટર રેડવામાં આવ્યું છે.
  • બેઝ સ્લેબ માટે M-60 ગ્રેડ તાપમાન નિયંત્રિત કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, દરેક કાસ્ટિંગમાં 3000-4000 ઘન મીટર કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  • સ્થળ પર સેકેન્ટ પાઇલિંગ (3384), કેપિંગ બીમ (2203 RMT) અને ફ્લડ વોલ (2078 RMT)નું 100 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button