નેશનલ

રાહુલ ગાંધી 1984ના શીખ રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું કોંગ્રેસના શાસનમાં ભૂલો થઈ

વોશિંગ્ટન: 1984ના શીખ વિરોધી રમખાણો પર અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભૂલો સ્વીકારતા કહ્યું કે તેઓ પાર્ટીના ઇતિહાસમાં થયેલી દરેક ભૂલની જવાબદારી લેવા તૈયાર છે, ભલે આ ઘટના તેમના રાજકારણમાં પ્રવેશતા પહેલા બની હોય. વોટસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ ખાતે આયોજિત એક સત્ર દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું, જ્યારે એક શીખ યુવકે તેમને તીખા પ્રશ્નો પૂછ્યા હતા.

શીખ યુવકે કર્યો પ્રશ્ન?
સત્ર દરમિયાન શીખ યુવકે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, “તમે કહ્યું હતું કે ભાજપના શાસનમાં શીખોને ‘કારા’ અને પાઘડી પહેરવાથી રોકી શકાય છે, પરંતુ કોંગ્રેસે પોતે શીખોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી ન હતી. શું તમે 1984ના રમખાણો દરમિયાન સજ્જન કુમાર જેવા નેતાઓને બચાવવામાં પાર્ટીની ભૂમિકાની જવાબદારી લેશો?”

ભૂલો થઈ છે, જવાબદારી લેવા માટે તૈયાર
રાહુલ ગાંધીએ શીખ યુવકના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે, હું રાજનીતિમાં નહોતો તે સમયે ઘણી બધી ભૂલો થઈ, પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા થયેલી તમામ ભૂલોની હું જવાબદારી લેવા માટે તૈયાર છે. મેં જાહેરમાં કહ્યું છે કે 1984 જે બન્યું તે ખોટું હતું. હું ઘણી વખત સુવર્ણ મંદિરની મુલાકાતે ગયો છું અને શીખ સમુદાય સાથે મારા સારા સંબંધો છે.” તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં ધાર્મિક સ્વતંત્રતા અંગેનો ભય વાસ્તવિક છે.

આપણ વાંચો:  ચમત્કારઃ બે વર્ષથી ગુમ થયેલો દીકરો અમદાવાદથી મળ્યો, પરિવારને મોટી રાહત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button