
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના તાલીમ શિબિરની એક તસવીર પ્રકાશમાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પીઓકેમાં આવેલા આ લશ્કર કેમ્પની સેટેલાઇટ તસવીરો મળી છે. આ શિબિરનું નામ ‘જંગલ મંગલ છે અને તે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના માનસેહરા જિલ્લાના અત્તર સીસા શહેરમાં સ્થિત છે. અતર સીસામાં લશ્કરનો એક મોટો આતંકવાદી કેમ્પ છે.જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમ પછી તેમને લોન્ચ પેડ પર તૈનાત કરવામાં આવે છે.
તાલીમ શિબિરની નજીક એક મસ્જિદ
સેટેલાઇટ ઇમેજમાં જોઇ શકાય છે કે આ તાલીમ શિબિરની નજીક એક મસ્જિદ છે. આ કેમ્પમાં વિદેશી આતંકવાદીઓ માટે એક તાલીમ શિબિર છે. ત્યાં ગેસ્ટ હૉલ પણ છે. લશ્કર તાલીમ શિબિરની નજીક એક લશ્કરીની ઇમારત પણ આવેલી છે. શસ્ત્રોના અભ્યાસ માટે એક વિશાળ ગ્રાઉન્ડ એરિયા પણ છે.
બેઠકો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પીઓકેમાં આવેલા આ જંગલ મંગલ આતંકવાદી તાલીમ શિબિરમાં આતંકવાદીઓ અને ટોચના આઈએસઆઈ કમાન્ડરો વચ્ચે બેઠકો યોજાય છે. આતંકી સંગઠન લશ્કરનો વડા હાફિઝ સઈદ પણ ઘણીવાર આ બેઠકોમાં હાજરી આપે છે. આ તાલીમ શિબિર ઉપગ્રહ કોઓર્ડિનેટ્સ દ્વારા સ્થિત કરવામાં આવી છે. પીઓકેમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી તાલીમ શિબિરો અને આઈએસઆઈ અને આતંકવાદીઓ વચ્ચેની બેઠકો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કર સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત