ચમત્કારઃ બે વર્ષથી ગુમ થયેલો દીકરો અમદાવાદથી મળ્યો, પરિવારને મોટી રાહત

નવી દિલ્હીઃ માતા-પિતા માટે પોતાના સંતાનોથી વધારે મહત્વનું બીજુ શું હોઈ શકે? આવી જ એક ઘટના દિલ્હી અને અમદાવાદ સાથે જોડાયેલી પ્રકાશમાં આવી છે. દિલ્હીથી ગુમ થયેલા 16 વર્ષનો છોકરો બે વર્ષ પછી અમદાવાદથી મળી આવ્યો છે. માતા-પિતાએ તમામ પ્રકારની આશા છોડી દીધી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કારણે આ છોકરાનું તેના માતા-પિતા સાથે મિલન શક્ય બન્યું છે. બાળકની માતાએ કહ્યું કે, મને વિશ્વાસ નથી થઈ રહ્યો, મારો દીકરો જીવત અને સલામત છે. મારો દીકરો મારા માટે બધું જ છે.
દિલ્હીથી ગુમ થયેલો છોકરો અમદાવાદથી મળી આવ્યો
દિલ્હી પોલીસે બે વર્ષ પહેલા ગુમ થયેલા છોકરાને ગુજરાતમાંથી શોધી કાઢ્યો છે. 27મી જાન્યુઆરી, 2023માં દિલ્હીના પહાડગંજમાં ‘અપના ઘર’ આશ્રય ગૃહના કર્મચારીઓ બાળકોને કોવિડ રસીકરણ માટે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. આ છોકરાઓમાં એક માસૂમ છોકરો પણ સામેલ હતો, જે તક મળતાં જ ગાયબ થઈ ગયો. આ એ જ છોકરો હતો જેને થોડા દિવસ પહેલા સલામ બાલક ટ્રસ્ટ દ્વારા નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારથી તેના પરિવારના સભ્યો, ખાસ કરીને તેની માતા, દરરોજ તેની રાહ જોતા હતા.
પોલીસે 20,000 રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી હતી
આ છોકરો ઘરેથી ભાગીને દિલ્હી આવ્યો હતો. થોડા દિવસ સુધી તે રસ્તા પર ભટકતો રહ્યો અને પછી જયપુર પહોંચ્યો હતો. પોતાનું પેટ ભરવા માટે તેણે કામ કરવાનું પણ શરૂ કર્યું હતું. આટલું ભટક્યાં પછી આ છોકરો અમદાવાદ આવી પહોંચ્યો હતો. અહીં અમદાવાદમાં તે રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગ્યો હતો. પરંતુ અહીં કોઈને ખબર જ નહોતી કે આ છોકરો કોણ છે? ક્યાંથી આવ્યો હતો? અને આ છોકરાને પોલીસે શોધી રહી છે. આ છોકરાને શોધવા માટે પોલીસે 20,000 રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી હતી. કારણે છોકરાના માતા-પિતા તેને કેટલાય વર્ષોથી શોધી રહ્યાં હતા.
દિલ્હી પોલીસે છોકરાનું માતા-પિતા સાથે કરાવ્યું મિલન
દિલ્હી પોલીસના કર્મચારીઓએ સતત પ્રયત્ન ચાલુ રાખ્યો હતો. અનેક લોકો સાથે પૂછપરછ કરવામાં આવી, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં અને ત્યાર ખાનગી રાહે બાતમી મળતા છોકરો અમદાવાદની હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દિલ્હીથી ગુજરાત આવી અને બાળકને બચાવી લીધો હતો. પોલીસ તે છોકરાના સુરક્ષિત રીતે પાછો દિલ્હી લઈ ગઈ અને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. નોંધનીય છે કે, પોતાના છોકરાને જોતા માતાએ પોલીસને ખૂબ જ આભાર માન્યો હતો.
આપણ વાંચો: પાકિસ્તાનની હાલત થશે બદથી બદતર, સિંધુ બાદ રોક્યું ચિનાબ નદીનું પાણી