આમચી મુંબઈ

ખુશખબર! કોકણ-ગોવા જનારાઓ માટે સારા સમાચાર: CSMT-મડગાવ વંદે ભારત રોજ દોડશે

મુંબઇ: દિવાળીની રજાઓ અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે કોકણ અને ગોવા જનારા મુસાફરો માટે ખુશખબર આવી રહી છે. કોકણ રેલવે એક નવેમ્બરથી નવું સમયપત્રક લાગૂ કરશે. તેથી સીએસએમટી-મડગાવ-સીએસએમટી વંદે ભારતની સફર મુસાફરો હવે શુક્રવાર છોડીને કમામ દિવસે કરી શકશે. આ સમયગાલા દરમીયાન રાજધાનીસહિત 88 ટ્રેનની સ્પીડ પણ વધશે.

રાજ્યમાંથી ચોમાસું પુરું થયું હોવાની સત્તાવાર જાહેરાત થઇ છે તેથી હવે નિયમ મુજબ કોંકણ રેલવે ચોમાસા સિવાયનું સમયત્રક રજૂ કરશે. એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.


મુંબઇ-ગોવા માર્ગ પર ટ્રેન નંબર 22229/30 છત્તપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-મડગાવ-શત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ વંદે ભારત ટ્રેનને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

હાલમાં આ ટ્રેન અઠનાડિયામાં ત્રણ દિવસ દોડે છે. નેમ્બરથી નવું સમયપત્રક જાહેર થયા બાદ વંદેભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે. શુક્રવારે મેન્ટેનન્સ માટે વંદે ભારત દોડાવવામાં નહીં આવે. ત્યારે હવે દિવાળીની રજાઓ અને નવા વર્ષનું સ્વાગત કરવા ગોવા જનારા મુસાફરોને નવો પર્યાય મળી રહેશે.

હડરત નિઝામઉદ્દીન-તિરુવનંતપુરમ સેન્ટ્રલ-હજરત નિઝામઉદ્દીન સહિત કુલ 44 માર્ગ પરની 88 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવનાર છે. જેમાં જનશતાબ્દી, તેજસ, દુરંતો, મત્સ્યગંધા, હમસફર, માંડવી, મરુસાગર, કોકણકન્યા, તુતારી, ગોવા સંપર્ક ક્રાંતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button