નેશનલ

ભારતીય સેનાને મળી નવી Igla-S એર ડિફેન્સ મિસાઇલો, પાકિસ્તાનની ચિંતા વધી; જાણો શું છે ખાસિયત

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ (India-Pakistan Tension) છે. LoC પર પાકિસ્તાન સેના સતત 10 દિવસથી યુદ્ધ વિરામ કરારનો ભંગ કરી રહી છે, ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરી શકે છે. એવામાં ભારતનું એર ડિફેન્સ વધુ મજબુત બન્યું છે. સેનાને રશિયન મૂળની ઇગ્લા-એસ (Igla-S) મિસાઇલોની નવી બેચ મળવા જઈ રહી છે, જેને હવે સરહદ પર તૈનાત કરવામાં આવી આવશે. આ મિસાઇલોની ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓછા અંતરેથી પણ દુશ્મનના લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે.

Igla-S મિસાઇલો ભારતીય સેના શોર્ટ ડિસ્ટન્સ એડ ડિફેન્સ સિસ્ટમનો પ્રણાલીનો ભાગ છે. લગભગ 260 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી આ ખરીદી ભારત સરકારની ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ પોલિસી હેઠળ કરવામાં આવી છે. જે અંતર્ગત, સેનાએ હવે 48 લોન્ચર અને 90 વધુ મિસાઇલો ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

આ પણ વાંચો: પહેલગામ હુમલો: ભારતને ઉશ્કેરવા પાકિસ્તાનની કાર્યવાહી યથાવત, તણાવ વચ્ચે અબ્દાલી મિસાઇલનું પરીક્ષણ…

ભારતીય સેના પહેલાથી જ આ સિસ્ટમના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહી છે. ભારતીય સેના અને એરફોર્સ પાસે 1989ની જૂની ઇગ્લા-1એમ સિસ્ટમ છે, પરંતુ શોલ્ડર-ફાયર્ડ ઇગ્લા-એસ સુધારેલું વર્ઝન છે. જેને એક સૈનિક આને ખભા પર ઊંચકી શકે છે અને ફાયર કરી શકે છે. લક્ષ્યને ઓળખીને લોક કર્યા પછી, તે આપમેળે તેનો નાશ કરે છે. હવે નવા વર્ઝન સાથે, હવાઈ ખતરાનો સામનો કરવાની સેનાની ક્ષમતા વધી જશે

IGLA-S મિસાઇલોન ખાસિયત:

IGLA-S મિસાઇલો ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર આધારિત છે. ઇગ્લા-એસ ઇન્ફ્રારેડ (IR) સીકર મિસાઈલ છે, એટલે કે તે દુશ્મન વિમાનોને તેમના એન્જિનની ગરમીને ટ્રેક કરીને નિશાન બનાવે છે. આ મિસાઈલની રેન્જ લગભગ 6 કિમી સુધીની છે.

આ મિસાઈલને લોન્ચર સાથે ખભા પર ઊંચકીને લઇ જઈ શકાય છે. જેથી તેને દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી લઈ જઈ શકાય છે અને થોડીક સેકન્ડોમાં તેને ઓપરેશન માટે તૈયાર કરી શકાય છે. ઇગ્લા-એસમાં એક પ્રોક્સિમિટી ફ્યુઝ પણ છે, જેથી તે ટાર્ગેટ સાથે સીધી ના અથડાયા તો પણ તેને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. આ સિસ્ટમ ડ્રોન સામે ખાસ અસરકારક માનવામાં આવે છે, ડ્રોન આધુનિક સમયમાં સૌથી મોટો પડકાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button