નેશનલ

પાકિસ્તાનના સાંસદનું નિવેદન થયું વાઇરલ, કહ્યું- પીએમ મોદી પાછી પાની નહીં કરે, યુદ્ધ થશે તો હું દેશ છોડીને જતો રહીશ

લાહોરઃ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન પર ગાળિયો ભીંસી રહ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધની અટકળો પણ થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના સાંસદ શેર અફઝલ ખાન મારવાતનું નિવેદન વાઇરલ થયું છે.

એક પત્રકારે તેમને પૂછ્યું કે, ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થશે તો શું તેઓ લડશે? જેના જવાબમાં તેમણે કહ્યું, જો યુદ્ધ થશે તો હું ઈંગ્લેન્ડ જતો રહીશ. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. યૂઝર્સના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના રાજનેતાને પણ તેમની સેના પર ભરોસો નથી. વીડિયોમાં એક પત્રકારે શેર અફઝલ ખાન મારવાતને પૂછ્યું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે સંયમ રાખવો જોઈએ? તેનો જવાબ આપતાં તેમણે કહ્યું, મોદી જે કહે છે તે કરીને રહે છે, તેઓ ક્યારેય પાછી પાની નથી કરતાં.

શેર અફઝલ ખાન મારવાત એક વરિષ્ઠ પાકિસ્તાની રાજનેતા છે. તેઓ જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ સાથે જોડાયલા હતા. જોકે અનેક વખત તેમણે પક્ષ અને નેતાઓની આલોચના કરી હતી. જેના કારણે ઈમરાન ખાને તેમને પ્રમુદ પદેથી હટાવ્યા હતા.

પહલગામ આતંકવાદી હુમલા બાદથી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઈ રહ્યા છે. તેની અસર સરહદ પર પણ જોવા મળી રહી છે. પહેલગામ હુમલા અંગે ભારતની કાર્યવાહીથી ફફડી ગયેલું પાકિસ્તાન હજુ પણ સરહદ પરની પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. સતત 10મા દિવસે સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. મળતી વિગતો અનુસાર પાકિસ્તાની સેનાએ જમ્મુના પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અખનૂરથી લઈને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા સુધી નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારનો ભારતે પણ આકરો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો….પાકિસ્તાને સતત 10માં દિવસે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button