જૂનાગઢ

વાતાવરણનાં પલટાની અસર ગિરનાર રોપ-વે પર દેખાઈ; ભારે પવનને કારણે હાલ સેવા સ્થગિત

જૂનાગઢ: આજ સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વિરમગામ, થરાદ, અરવલ્લી સહિતના વિસ્તારમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ-વે સેવા પ્રભાવિત થઈ છે. ભારે પવનના કારણે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.

The impact of the weather change was seen on the Girnar Ropeway; Service is currently suspended due to strong winds

પવનની ગતિ સામાન્ય થયા બાદ શરૂ કરાશે
રોપ-વે સંચાલકોએ આ અંગે જણાવ્યું હતું કે પ્રવાસી અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પવનની ગતિ ખૂબ જ વધારે હોવાથી પ્રવાસીઓ માટે રોપ-વેની મુસાફરી સુરક્ષિત નથી. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ-વે સેવાને રાબેતા અનુસાર શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ પવનની ગતિ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે રોપ-વે સેવા ક્યારે ફરી શરૂ થશે તે અંગે હાલમાં કોઈ ચોક્કસ સમય જણાવી શકાય તેમ નથી.

આપણ વાંચો:  લાઠીના પીપળવા ગામે સામાન્ય બાબતે જુથ અથડામણ; 10 જેટલા લોકોને ઇજા

આગામી દિવસોમાં તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા રવિવારથી શુક્રવાર એમ આગામી 6 દિવસ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button